ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
મુંબઈમાં આવતી કાલથી ધાર્મિક સ્થળોનાં દ્વાર ખૂલી રહ્યાં છે ત્યારે બધાં જ મંદિરોમાં જોરદાર તૈયારીઓ શરૂ છે. શહેરની જાણીતી મસ્જિદ હાજી અલી અને માહિમ દરગાહે પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મસ્જિદમાં આવનારાઓ માટે તેમણે હલાલ સેનેટાઇઝર બનાવ્યું છે. આ સેનેટાઇઝરનો ઉપયોગ કરનારાઓને મસ્જિદમાં પ્રવેશ મળશે.
ઇસ્લામમાં આલ્કોહોલ વર્જિત છે. એથી હલાલ સેનેટાઇઝરમાં આલ્કોહોલને બદલે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને કોલોડલ સિલ્વરનો ઉપયોગ કરાયો છે. માહિમ દરગાહ અને હાજી અલી દરગાહના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે અમે મસ્જિદમાં આવનારાઓ માટે હલાલ સેનેટાઇઝરની વ્યવસ્થા કરી છે. સાથે જ સરકારની ગાઇડલાઇન્સ મુજબ નિયમોનું પાલન થશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો નિયમ નહીં પાળે તેને મસ્જિદમાં પ્રવેશ નહીં મળે. પુરુષો અને મહિલાઓ માટે અલગ હરોળ રાખવામાં આવશે. જેથી ભીડને કાબૂમાં રાખી શકાય. એકસાથે ૩૦થી ૩૫ લોકોને મસ્જિદમાં પ્રવેશ મળશે.