News Continuous Bureau | Mumbai
મુંબઈનો ગોવંડી અને માનખુર્દ વિસ્તાર અત્યંત સંવેદનશીલ ગણાય છે. મોટા પ્રમાણમાં અહીં ગેરકાયદે ઝૂંપડપટ્ટીની સાથે ગેરકાયદે વસાહતીઓ પણ રહે છે.તાજેતરમાં ગોવંડીમાં મ્હાડા કોલોનીની બિલ્ડિંગમાં એક ઘરમાં હાથગોળો બનાવતા સમયે વિસ્ફોટ થયો હતો, જેમાં 60 વર્ષની મહિલા ગંભીર રીતે જખમી થઈ હતી.
વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે તેના હાથને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હાલ મહિલાની સાયન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જખમી મહિલા સામે પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમ જ મહિલાના ઘરેથી વિસ્ફોટક પદાર્થ બનાવતો સામાન પણ મોટા પ્રમાણમાં પોલીસે જપ્ત કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : શિવસેના આ કદાવર નેતાએ કરી હવે ક્રિકેટના મેદાન પર એન્ટ્રી.. જાણો વિગતે
મળેલ માહિતી મુજબ આ વિસ્ફોટ ગયા અઠવાડિયે ગુરુવારના રોજ બન્યો હતો. આ સ્ફોટને કારણ પૂરા માળા પર આગ લાગી ગઈ હતી. દેવનાર પોલીસે આ દુઘર્ટના બાદ પૂરી બિલ્ડિંગની અને વિસ્તારમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મહિલા કોની સાથે સંકળાયેલી હતી અને તેની કોની માટે કામ કરતી હતી તેની પોલીસ તપાસ કરી રહી છે. મહિલાએ ઘરની સાથે જ શૌચલાયમાં વિસ્ફોટક પદાર્થ છુપાવી રાખ્યા હતા. જેમાં શુક્રવારે વહેલી સવારના ત્રણ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. તેનાથી પૂરી કોલોનીમાં ખળભળાટ મચી ગયો હતો.
પોલીસની તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતું કે આરોપી મહિલા 2005-2006ની સાલથી મ્હાડા કોલોનીમાં આ બિલ્ડિંગમાં પરિવાર સાથે રહેતી હતી. મહિલા તેના ઘરમાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટક પદાર્થ બનાવતી હતી. આજુબાજુના લોકો સાથે તેઓ વાતચીત કરતા નહોતા. પડોશીઓને તેમના ગેરકાયદે ધંધા વિશે જાણ થતા તેઓએ આવું કરવા પર મનાઈ ફરમાવી હતી. છતાં મહિલા અને તેનો પરિવાર સાંભળતા નહોતા.