News Continuous Bureau | Mumbai
માનખુર્દ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મેટ્રો ગર્ડર બનાવવા માટે શનિવાર અને રવિવારે મધ્યરાત્રિએ વિશેષ ટ્રાફિક અને પાવર બ્લોક હાથ ધરવામાં આવશે. શનિવારે મધરાતે 12.40ની પછીની પનવેલ લોકલ અને અન્ય લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે. આ કારણે 12.13ના રોજ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ઉપડનારી પનવેલ લોકલ છેલ્લી હશે.
આ સમયે લોકલ રહશે રદ
માનખુર્દ સ્ટેશન વિસ્તારમાં શનિવારે મધરાત 1.05 થી રવિવારે સવારે 4.35 વાગ્યા સુધી અપ અને ડાઉન હાર્બર લાઇન પર બ્લોક લેવામાં આવશે. જેના કારણે અપ-ડાઉન લોકલનો રાઉન્ડ રદ થશે અને છેલ્લી લોકલ બદલવામાં આવી છે. હાર્બર રૂટ પર મોડી રાત્રીના મુસાફરોએ છેલ્લી પનવેલ ટ્રેન પકડવા માટે લગભગ અડધો કલાક વહેલા CSMT પહોંચવું પડશે. બ્લોક પછી પહેલી લોકલ રવિવારે સવારે 4.30 વાગ્યે પનવેલ-CSMT હશે.
આ સમાચાર પણ વાંચો: આજનું આયુર્વેદિક જ્ઞાન : ઘા-બાજરીયું અહીં વાંચો તેના ઔષધીય ફાયદા