News Continuous Bureau | Mumbai
રેલવે ટ્રેક(Railway track) અને સિગ્નલિંગ યંત્રણા(Signaling mechanism) માટે હાર્બર રેલવેમાં(Harbour Railway) રવિવારે પનવેલ-વાશી સ્ટેશન(Panvel-Vashi station) વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઈન પર 6 કલાકનો મેગા બ્લોક(Jumbo block) લેવામાં આવશે.
આ બ્લોક રવિવારના રોજ સવારે 11.05 થી સાંજે 4.05 સુધી કલાક સુધી રહેશે.
બ્લોક દરમિયાન, પનવેલથી સીએસએમટી મુંબઈની(CSMT Mumbai) સવારે 10.33 થી બપોરે 3.49 સુધીની ટ્રેનો રદ કરવામાં આવી છે.
આ ઉપરાંત સવારે 11.02 થી બપોરે 3.53 વાગ્યા સુધીના ટ્રાન્સહાર્બર રૂટ(Transharbour route) પર પનવેલથી થાણે(Thane) સુધીની ટ્રેનો રદ કરવામાં આવશે.
એ જ પ્રકારે સીએસએમટી મુંબઈથી પનવેલ/બેલાપુરની સવારે 9.45 થી બપોરે 3.12 સુધીની ટ્રેનો રદ કરવામાં આવી છે.
જોકે ખારકોપર અને બેલાપુર/નેરુલ વચ્ચેની ઉપનગરીય ટ્રેનો સમયપત્રક મુજબ દોડશે અને બ્લોક સમયગાળા દરમિયાન થાણે-વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે ટ્રાન્સહાર્બર લાઇન સેવા ઉપલબ્ધ રહેશે.
સમાચાર પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે, સેન્ટ્રલ રેલવેમાં આજે ભાયખલા-માટુંગા સ્ટેશનની વચ્ચે આટલા કલાકનો રહેશે નાઈટ બ્લોક..