ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર 2021
સોમવાર.
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કહેવાતી ધારાવીમાં મુંબઈ મહાનગરપાલિકાની મહેનત રંગ લાવી છે. સતત ત્રણ દિવસ સુધી ધારાવીમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નહોતો.
મુંબઈમાં કોરોનાની બીમારી પર નિયંત્રણ મેળવવા માટે વૈશ્ર્વિક સ્તરે ધારાવી પેટર્નની નોંધ લેવામાં આવી હતી. ત્યારે ધારાવીમાં કોવિડિ -19ને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવામાં પાલિકાને સફળતા મળી છે. ગીચ વસતી ધરાવતા ધારાવીમાં છેલ્લા સાત દિવસમાં ફકત ચાર નવા કેસ નોંધાયા છે. તેમાં પણ છમાંથી ત્રણ દિવસમાં એક પણ નવો દર્દી નોંધાયો નહોતો.
ધારાવીમાં સૌથી પહેલો કેસ 4 એપ્રિલ 2020ના નોંધાયો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં કોરોનાના કેસ અને મૃત્યુનું પ્રમાણ સતત વધી રહ્યું હતું. જોકે પાલિકાના કમિશનરની લઈને એડિશન અને લોકલ વોર્ડ ઓફિસરની ભારે જહેમત બાદ અને જુદી જુદી ઉપાયયોજના અમલમાં મૂકવાને પગલે ધારાવીમાં સંપૂર્ણપણે કોરોના નિયંત્રણમાં લાવી શકાયો છે.