News Continuous Bureau | Mumbai
મુંબઈગરાની સુવિધા અને આરામદાયક પ્રવાસ માટે મેટ્રો-સાત અને મેટ્રો- 2એ ચાલુ કરવામાં આવી છે. મેટ્રો ચાલુ થવાની સાથે જ દહિસરથી અંધેરી અને આરે કોલોની વચ્ચે ફૂટપાથને પહોળી કરવામાં આવી છે. પરંતુ આ હવે પહોળી કરેલી ફૂટપાથ પર ફેરિયાઓએ અંડિગો જમાવાનું ચાલુ કરી દીધું છે.
મુંબઈની મોટાભાગની ફૂટપાથ અને ફૂટ ઓવરબ્રિજ પર ગેરકાયદે રીતે ફેરિયાઓએ અતિક્રમણ કરી નાખ્યું છે. પોલીસ અને પાલિકાના ભ્રષ્ટ અઘિકારી અને કર્મચારીઓની રહેમનજર હેઠળ ફેરિયાઓ રસ્તા અને ફૂટપાથ સુદ્ધા છોડી નથી.
આ સમાચાર પણ વાંચો : હનુમાન ચાલીસા વર્સિસ નમાઝ: કોલાબામાં સમાજવાદી પાર્ટીની પોસ્ટરબાજી.. જાણો વિગતે
Footpath under dindoshi station of #MumbaiMetro line 7 (red line) has already been encroached by slum dwellers.@Sahilinfra2 @sssaaagar @RoadsOfMumbai @MumbaiPolice @sanjayp_1 pic.twitter.com/7ZFVxWFk79
— k (@pkalp01) April 2, 2022
તાજેતરમાં ચાલુ કરવામાં આવેલી બે નવી મેટ્રો લાઈનને કારણે રસ્તા પર પ્રવાસીઓની સંખ્યા પણ વધવાની છે. ખાસ કરીને મેટ્રો સ્ટેશન પર પ્રવાસીઓને નીચે ઉતરશે એ સાથે જ તેમની ભીડ થશે. તેથી તેમને ચાલવા માટે સ્ટેશનો પાસેથી ફૂટપાથ પહોળી કરવાની સાથે તેનું સુશોભીકરણ પણ કરવામાં આવ્યું છે. જોકે અનેક જગ્યાએ ફૂટપાથ પર ફેરિયોએ કબજો જમાવી દીધો હોવાનું જણાઈ આવ્યું છે.
સોશિયલ મીડિયા ટ્વીટર પર તાજેતરમાં જાગૃત નાગરિક દ્વારા અપર દહીસર મેટ્રો સ્ટેશન બહારની ફૂટપાથના ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા, જેમાં ફૂટપાથ પર ખાવા-પીવાના સ્ટોલ લગાવી દીધા હોવાનું જણાયું હતું.