ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મુંબઈનાં ઉપનગરોમાં ગેરકાયદે ફેરિયાઓની દાદાગીરી દિવસે દિવસે વધી રહી છે. કાંદિવલીમાં અવારનવાર ફેરિયાઓની મનમાની કિસ્સા સામે આવે છે. હાલમાં કેટલાક દિવસથી કાંદિવલી પૂર્વના આકુર્લી રોડ પર ગેરકાયદે ફેરિયાઓએ પોતાનો અડ્ડો જમાવ્યો છે. જેની સામે પાલિકાએ હજી કોઈ જ કાર્યવાહી નથી કરી.
મુંબઈમાં શાળાઓ ક્યારે ખૂલશે? મેયરે આપ્યો આ જવાબ
કાંદિવલી પૂર્વનો આકુર્લી રોડ એ કાંદિવલી સ્ટેશન, વેસ્ટથી ઈસ્ટમાં આવવા માટે અને હાઇવે તરફ જતો હોવાથી મહત્ત્વનો માર્ગ છે. જ્યાં સતત પ્રવાસીઓની ભીડ રહે છે. એવા રસ્તા પર પરોઢે પાંચ વાગ્યાથી સવારે આઠ વાગ્યા દરમિયાન રસ્તાના ડિવાઇડર ઉપર શાકભાજી વિક્રેતાઓ બેસી જાય છે. જેથી વાહનચાલકોને ત્રાસ થાય છે. સાંજના સમયે પણ આખા રસ્તા પર ફેરિયાઓનો પસારો હોવાથી વાહનચાલકોને અગવડ પડે છે. સ્થાનિકોએ ફરિયાદ કરી છે, પણ હજી સુધી કોઈ જાતની કાર્યવાહી થઈ નથી.
