News Continuous Bureau | Mumbai
'દાંડિયા ક્વીન' ફાલ્ગુની પાઠક(Dandiya queen Falguni Pathak)ના ગરબા કાર્યક્રમને બોમ્બે હાઈકોર્ટે(Bombay Highcourt) લીલીઝંડી આપી છે. આ કાર્યક્રમ સામે વાંધો ઉઠાવતા રમતના મેદાનનું વ્યાપારીકરણ રોકવાની માંગ કરતી અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. એટલે કે, દર વખતની જેમ આ વર્ષે પણ બોરીવલી(Borivali)ના ચીકુવાડી વિસ્તારમાં સ્થિત સ્વર્ગસ્થ પ્રમોદ મહાજન મેદાન(Late Pramod Mahajan Ground)માં જ ફાલ્ગુની પાઠક ગરબા(Garba)ની રમઝટ બોલાવશે.
ફાલ્ગુની પાઠકના નવરાત્રીના દસ દિવસના કાર્યક્રમની વિરોધમાં મયૂર ફારિયા અને સામાજિક કાર્યકર વિનાયક સાનપે જનહિત અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરતા અરજીકર્તાને પ્રશ્ન કર્યો કે, શું ખરેખર આવી જનહિત અરજી દાખલ કરવાની જરૂર હતી? અપૂરતી માહિતી સાથે તમે કોઈના વિરુદ્ધ કેસ કેવી રીતે નોંધાવી શકો? આમ ચીફ જસ્ટિસ દીપાંકર દત્ત અને જસ્ટિસ માધવ જામદારની ખંડપીઠે આ અરજીને નકારી દીધી હતી અને ટિપ્પણી કરી હતી કે આ મુદ્દો માન્ય હોવા છતાં અમને અરજીમાં કોઈ યોગ્યતા દેખાતી નથી.
આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય હોં- મુંબઈમાં એસી ટ્રેન માં પણ લોકલ ડબ્બા જેટલી ભીડ થઈ ગઈ છે- પોલીસે બારણા બંધ કરવા હાથમાં ડંડા લેવા પડે છે- જુઓ વિડીયો
ઉલ્લેખનીય છે કે દર વર્ષે બોરીવલી(Borivali)માં ફાલ્ગુની પાઠક દ્વારા નવરાત્રી(Navratri Festival) ઉત્સવ માટે સ્વર્ગસ્થ પ્રમોદ મહાજન સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ બોરીવલીમાં 13 એકડની જમીન પર ગરબોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમના વિરોધમાં વકીલ મયૂર ફારિયા અને સમાજ સેવક વિનાયકર સાનપે એન્ટ્રી ફી મામલે જનહિત અરજી દાખલ કરી હતી.