News Continuous Bureau | Mumbai
ગયા મહિને, ભાજપે BMCને નાગરિકો માટે વર્તમાન રૂ. 50 ને બદલે 10 રૂપિયા સુધી પરીક્ષણ દરો ઘટાડવા કહ્યું હતું. મિડીયા સાથે વાત કરતા એક વરિષ્ઠ નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે બીજેપીની દરખાસ્તને પાલીકાના કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ઈકબાલ ચહલે ગયા અઠવાડિયે મંજૂરી આપી હતી. BMC દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ટેન્ડરોમાં, ડાયગ્નોસ્ટિક કંપની ( Health Diagnostics ) કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સે ‘આપલી ચિકિત્સા’ યોજના હેઠળ પરીક્ષણો માટે રૂ. 86 ક્વોટ કર્યા હતા જે નાગરિક હોસ્પિટલોમાં સબસિડીવાળા પરીક્ષણો પ્રદાન કરે છે. જ્યારે જરૂરિયાતમંદ દર્દીઓ માટે પરીક્ષણો મફત છે, અન્ય લોકોએ રૂ. 50 ચૂકવવા પડશે. આ યોજના કે કારણે મુંબઈ મહાનગર પાલીકાને 30 કરોડ રુપીયા સબસીડી તરીકે ખર્ચ કરવા પડશે.
આ સમાચાર પણ વાંચો : ઠાકરે જૂથના નેતા અનિલ પરબની મુંબઈ ઓફિસમાં પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી.