ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
મુંબઈ મહાનગરપાલિકાના 227 વોર્ડની પુનર્રચના કરીને તેની સંખ્યા 236 કરવામાં આવી છે. વોર્ડની ફેરરચના સામે નોંધાયેલા વાંધા અને આક્ષેપો સામે મંગળવારથી સુનાવણી ચાલી રહી છે. પાલિકાની સત્તાધારી પાર્ટી શિવસેના જોકે વોર્ડની ફેરરચના સામે કોઈના પણ વાંધા-સૂચનોને સ્વીકારવાના મૂડમાં હોય એવું જણાતું નથી. સુનાવણીના પહેલા જ દિવસે ઝપાટેબંધ 300 અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો.
મંગળવારથી ચાલુ થયેલી સુનાવણીના પહેલા જ દિવસે પશ્ચિમ ઉપનગરના 390 અરજદારોને બોલાવવામાં આવ્યા હતા. તેમાથી 300 લોકો હાજર રહ્યા હતો, એ તમામ અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. તો બુધવારે શહેર અને પૂર્વ ઉપનગરના વોર્ડના ફેરરચના પર રહેલા વાંધા-વચકા પર સુનાવણી થવાની છે.
ભાજપને મુંબઈમાં ફટકો પડ્યો. આ કોર્પોરેટરનું નગરસેવક પદ રદ થયું. જાણો વિગતે
વોર્ડની ફેરરચાના પર આક્ષેપ નોંધાવ્યા બાદ 812 વાંધા અને સૂચનો પ્રાપ્ત થયા હતા. તેના પર મંગળવારથી નરિમન પોઈન્ટમાં યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન સભાગૃહમાં સુનાવણીની શરૂઆત થઈ છે.
પહેલા જ દિવસે 390માંથી 300 અરજદારો ઉપસ્થિત હતા. તો બુધવારે શહેર અને પશ્ચિમ ઉપનગરનની વાંધા-સૂચના પર સુનાવણી ચાલી રહી છે. લોકોએ નોંધાવેલા વાંધા-આક્ષેપ પર સુનાવણી પૂરા થયા બાદ તેનો અહેવાલ ચૂંટણી પંચને રજૂ કરવામાં આવશે.