Ajit Pawar Demise: અજિત પવારના નિધન બાદ બારામતીમાં શોક, માતાને આઘાતથી બચાવવા પરિવારે લીધો આવો નિર્ણય

Ajit Pawar Demise: "શું દાદાનો અકસ્માત થયો છે?" - ટીવી પર સમાચાર જોઈ માતાએ પૂછ્યો સવાલ; પુત્રને મળવા પગપાળા જ નીકળી પડ્યા આશાતાઈ પવાર.

by Akash Rajbhar
Heart-Wrenching Scenes at Ajit Pawar's Farmhouse TV Cable Cut and Phone Put on Flight Mode to Hide News from Mother Ashatai

News Continuous Bureau | Mumbai

Ajit Pawar Demise: બુધવારે સવારે જ્યારે આખું મહારાષ્ટ્ર અજીત પવારના અકસ્માતના સમાચાર સાંભળીને આઘાતમાં હતું, ત્યારે બારામતીના ફાર્મ હાઉસ પર એક માતા અને પુત્રના પ્રેમની હૃદયસ્પર્શી ઘટના બની રહી હતી. અજીત પવારના માતા આશાતાઈ પવાર હંમેશની જેમ સવારે સાત વાગ્યે ટીવી જોઈ રહ્યા હતા. સાડા આઠ વાગ્યાની આસપાસ અચાનક ટીવી સ્ક્રીન પર અજીત પવારના પ્લેન ક્રેશના સમાચાર ફ્લેશ થયા. ફાર્મ હાઉસના મેનેજર સંપત ધાયગુડેએ જણાવ્યું કે આ દ્રશ્ય જોતા જ આશાતાઈના મનમાં ફાળ પડી હતી.આશાતાઈએ તરત જ ત્યાં હાજર સ્ટાફને પૂછ્યું, “અરે, શું દાદાનો અકસ્માત થયો છે?” જોકે, એ સમયે તેમને એમ હતું કે કદાચ સામાન્ય ઈજા થઈ હશે અને તેમનો પુત્ર સુરક્ષિત હશે. પરંતુ સમાચારની ગંભીરતા વધતા મેનેજર અને સ્ટાફ ગભરાઈ ગયો હતો. તેમણે નક્કી કર્યું કે માતાને આ આઘાતજનક સમાચાર અત્યારે નહીં આપે.

સમાચાર રોકવા માટે ટીવીની કેબલ તોડી નાખી

મેનેજર સંપત ધાયગુડેએ જણાવ્યું કે જ્યારે ટીવી પર અજીત પવારને હોસ્પિટલ લઈ જવાની વાત આવવા લાગી, ત્યારે આશાતાઈ વધુ વિચલિત ન થાય તે માટે તેમણે તાત્કાલિક બંગલાના ટીવીની કેબલ તોડી નાખી. તેમણે આશાતાઈને કહ્યું કે ટીવી બગડી ગયું છે. આટલું જ નહીં, તેમનો મોબાઈલ પણ લઈ લઈને તેને ફ્લાઈટ મોડ પર મૂકી દેવામાં આવ્યો જેથી કોઈના ફોન દ્વારા તેમને આ દુઃખદ જાણકારી ન મળે.

આ સમાચાર પણ વાંચો :  India-US Trade Deal Update: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલની તૈયારી; શું ભારતની શરતો સ્વીકારશે વોશિંગ્ટન? જાણો આ ડીલથી ભારતીય બજાર પર શું થશે અસર

પુત્રને મળવા માટે ફાર્મ હાઉસથી પગપાળા જ નીકળી પડ્યા

સ્ટાફ તેમને સમજાવતો રહ્યો કે દાદાને કંઈ થયું નથી, પરંતુ આશાતાઈનું માતૃહૃદય માની રહ્યું નહોતું. તેમણે હઠ પકડી કે મારે દાદાને મળવા જવું જ છે. ડ્રાઈવરે ગાડી બગડી ગઈ હોવાનું બહાનું કાઢ્યું, તો આશાતાઈ ફાર્મ હાઉસની બહાર પગપાળા જ ચાલવા માંડ્યા હતા. આખરે સ્ટાફને નાછૂટકે તેમને બારામતી સ્થિત બંગલે લઈ જવા પડ્યા હતા.

શરદ પવારને સમાચાર આપવા પણ હતો મોટો પડકાર

બીજી તરફ, પવાર પરિવાર સામે બીજો મોટો પ્રશ્ન એ હતો કે આ સમાચાર શરદ પવારને કેવી રીતે આપવા? શરદ પવારને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે પરિવારના સભ્યોએ ભારે હૈયે તેમને અજીત પવારના અકાળે અવસાનની જાણકારી આપી હતી. આ સમાચાર સાંભળતા જ શરદ પવાર સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત જ બારામતી જવા રવાના થયા હતા. આજે અજીત પવારના પાર્થિવ દેહને પંચતત્ત્વમાં વિલીન કરવામાં આવશે.

 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More