ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર.
મુંબઈમાં હાલ ગરમી, ઠંડી અને વરસાદ એમ ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં સતત બે દિવસ હળવો પડયા બાદ વરસાદે બ્રેક લીધો હતો. જોકે રવિવારે રાતના આઠ વાગ્યા બાદ મુંબઈના મોટાભાગના વિસ્તારમાં વીજળીના ગડગડાટ સાથે જોશભેર વરસાદ તૂટી પડયો હતો.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે મુંબઈ સહિત તેના આજુબાજુના વિસ્તારોમાં રવિવારે રાતના મુશળધાર વરસાદ પડયો હતો. સોમવારના પર સવારથી વાદળિયુ વાતાવરણ છે. ત્યારે હવામાન ખાતાએ સોમવારના દિવસ દરમિયાન તેમ જ રાતના વીજળીના ગડગડાટ સાથે વરસાદની આગાહી કરી છે.

મુંબઈમાં ગુરુવારથી વાદળિયું વાતાવરણ રહીને સાંજના સમયમાં વરસાદના હળવા ઝાપટાં પડવાનું ચાલુ થયું હતું. જોકે શનિવારે તડકો ઉઘડયો હતો તેથી હવે વરસાદ નહીં પડે એવું લાગતું હતું. પરંતુ રવિવારે વીકએન્ડની રજામાં લોકો બહાર મોજમસ્તી કરવા ગયા હતા ત્યારે અચાનક વીજળીના કડાકા સાથે જોશભેર વરસાદ તૂટી પડયો હતો. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી.
મુંબઈ જળ સંકટ: શહેરના આ વિસ્તારમાં આજે પણ પાણી પુરવઠો નહીં મળે, આ છે કારણ; જાણો વિગત
રવિવારે રાતના ઘાટકોપર, વિક્રોલી, મલાડ, ભાયખલા, મઝગાંવ, દહિસર, અંધેરી, મરોલ, કુર્લા, નવી મુંબઈ, થાણે, કલ્યાણ, ડોંબીવલી, ભિવંડી, જેવા મુંબઈના નજીકના વિસ્તારમાં પણ જોરદાર વરસાદ રહ્યો હતો.
હવામાન ખાતાની વેબસાઈટ પર સેટેલાઈટ ઈમેજમાં પણ અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશન સજાર્યું હોવાનું જણાઈ આવ્યું છે. સેટલાઈટ ઈમેજમાં મુંબઈ સહિત તેના આજુબાજુના વિસ્તાર પર વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે.

કોલાબામા 2.6 મિલીમીટર, સાંતાક્રુઝમાં 41.3 મિલીમીટર, થાણે-બેલાપૂરમાં 50 મિલીમીટર, માથેરાનમાં 64.2 મિલીમીટર , નાગપૂરમાં 2.6 મિ.મી., સાતારમાં 0.4 મિ.મી., પણજીમાં 121.3 મિ.મી., વરસાદ નોંધાયો હતો.
હવામાન ખાતાએ આગામી મુંબઈ, થાણે, પાલઘર સહિત બે દિવસ રાજયાના મોટાભાગના જિલ્લામાં ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્રના નાશિક, અહમદનગર, કોંકણના રત્નાગિરી, સિંધુદુર્ગ અને વિદર્ભમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન ખાતાની વેબસાઈટ પર સેટેલાઈટ ઈમેજમાં પણ અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગર માં લો પ્રેશર સજાર્યું હોવાનું જણાઈ આવ્યું છે. સેટેલાઈટ ઈમેજમાં મુંબઈ સહિત તેના આજુબાજુના વિસ્તાર પર વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે.
અરે વાહ શું વાત છે! મુંબઈની આટલી સોસાયટીઓમાં થયું ૧૦૦ ટકા વૅક્સિનેશન.. જાણો વિગત.
કોલાબામા 2.6 મિલીમીટર, સાંતાક્રુઝમાં 41.3 મિલીમીટર, થાણે-બેલાપૂરમાં 50 મિલીમીટર, માથેરાનમાં 64.2 મિલીમીટર, નાગપૂરમાં 2.6 મિ.મી., સાતારામાં 0.4 મિ.મી., પણજીમાં 121.3 મિ.મી., વરસાદ નોંધાયો હતો.
હવામાન ખાતાએ આગામી મુંબઈ, થાણે, પાલઘર સહિત બે દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્રના નાશિક, અહમદનગર, કોંકણના રત્નાગિરી, સિંધુદુર્ગ અને વિદર્ભમાં વરસાદની આગાહી કરી છે.
#મુંબઈ શહેરમાં રાત્રી વરસાદનું જોર. જોરદાર #વિજળીના કડાકા સાથે #ચોમાસા જેવો માહોલ. જુઓ વિડિયો. #mumbai #ClimateChange #rain #mumbairain pic.twitter.com/asrBzWtoTw
— news continuous (@NewsContinuous) November 22, 2021
#મુંબઈ શહેરમાં રાત્રી વરસાદનું જોર. જોરદાર #વિજળીના કડાકા સાથે #ચોમાસા જેવો માહોલ. જુઓ વિડિયો. #mumbai #ClimateChange #rain #mumbairain pic.twitter.com/asrBzWtoTw
— news continuous (@NewsContinuous) November 22, 2021