News Continuous Bureau | Mumbai
Mumbai Rain : મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. મુંબઈના અનેક વિસ્તારમાં ગઈકાલ સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે, સમગ્ર મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયુ છે. મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાટા ઉપર પાણી ફરી વળતા મધ્ય રેલ્વેની સેવા બંધ કરવાની ફરજ પડી છે. પરિણામે વરસાદ ઓછો થાય તેની સૌ રાહ જોઈ રહ્યા છે. પરંતુ, ગુરુવારે એટલે કે આજે પણ મુંબઈ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
IMD issues an Orange alert on July 20 for Thane, Palghar, Raigad and Ratnagiri and a Yellow alert for Mumbai. pic.twitter.com/dxZcjdWYhu
— ANI (@ANI) July 19, 2023
મુંબઈમાં યલો એલર્ટ
ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના(Maharashtra) હવામાનને(Weather) લઈને આગાહી કરી છે. તદનુસાર, 20 જુલાઈએ થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઈમાં યલો એલર્ટ(Yellow alert) આપવામાં આવ્યું છે. આથી આ તમામ સ્થળોએ આજે પણ વરસાદ ચાલુ રહેશે. આ તમામ સ્થળોએ મંગળવાર સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાયગઢ, રત્નાગીરી અને પાલઘર જિલ્લામાં નદીઓમાં પૂર આવ્યું છે. રાયગઢ જિલ્લાના મહાડ શહેરમાં જ્યારે રત્નાગીરી ગામમાં નદીનું પાણી શહેરમાં પ્રવેશ્યું છે. આજે રાત સુધી અહીં વરસાદ કેવી રીતે ચાલુ રહે છે તેના પર આગળની સ્થિતિ નિર્ભર છે. સાવચેતીના પગલા તરીકે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો ચિપલુણ અને રાયગઢમાં તૈનાત કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Hair Fall : શું તમને પણ છે ખરતા વાળની સમસ્યા ? તો આજે જ અજમાવો આ ઉપાય