Mumbai Rain : મુંબઈ શહેરને આજે પણ મેઘરાજા ધમરોળી નાંખશે!, હવામાન વિભાગે જારી કર્યું આ એલર્ટ..

Mumbai Rain : રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી. મુખ્યમંત્રી એકનાથ શિંદે તરફથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના. મુંબઈ માટે યલો એલર્ટ

by Akash Rajbhar
Mumbai sees second-driest August in decade; heavy rain not likely for 10 days: IMD

News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. મુંબઈના અનેક વિસ્તારમાં ગઈકાલ સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે, સમગ્ર મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયુ છે. મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાટા ઉપર પાણી ફરી વળતા મધ્ય રેલ્વેની સેવા બંધ કરવાની ફરજ પડી છે. પરિણામે વરસાદ ઓછો થાય તેની સૌ રાહ જોઈ રહ્યા છે. પરંતુ, ગુરુવારે એટલે કે આજે પણ મુંબઈ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

મુંબઈમાં યલો એલર્ટ

ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના(Maharashtra) હવામાનને(Weather) લઈને આગાહી કરી છે. તદનુસાર, 20 જુલાઈએ થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઈમાં યલો એલર્ટ(Yellow alert) આપવામાં આવ્યું છે. આથી આ તમામ સ્થળોએ આજે પણ વરસાદ ચાલુ રહેશે. આ તમામ સ્થળોએ મંગળવાર ​​સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાયગઢ, રત્નાગીરી અને પાલઘર જિલ્લામાં નદીઓમાં પૂર આવ્યું છે. રાયગઢ જિલ્લાના મહાડ શહેરમાં જ્યારે રત્નાગીરી ગામમાં નદીનું પાણી શહેરમાં પ્રવેશ્યું છે. આજે રાત સુધી અહીં વરસાદ કેવી રીતે ચાલુ રહે છે તેના પર આગળની સ્થિતિ નિર્ભર છે. સાવચેતીના પગલા તરીકે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો ચિપલુણ અને રાયગઢમાં તૈનાત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: Hair Fall : શું તમને પણ છે ખરતા વાળની સમસ્યા ? તો આજે જ અજમાવો આ ઉપાય

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More