ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
15 ઓક્ટોબર 2020
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી આફત ઉતરી છે. મુંબઈ-પુણેમાં મોડીરાત્રે ભારે વરસાદથી અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા છે. ભારે વરસાદનાં કારણે મુંબઈના હિંદમાતા, પરેલ, ભાયખલા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે આજે પણ કરી છે ભારે વરસાદની આગાહી. મુંબઈ, ઠાણે, પાલઘરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો સિંધુદુર્ગ, રત્નાગિરીમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદના કારણે પુણે-સોલાપુર હાઈવે બંધ થયો હોવાનાં પણ સમાચાર છે.
આંધ્ર અને તેલંગાણામાં પણ વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. અહીં ભારે વરસાદની આગાહી છે. જ્યા પણ જાનમાલને વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. તે તામામ સ્થળે એનડીઆરએફની ટીમ કામ કરી રહી છે. હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રના પુણે અને સાતારામાં 17 મી ઓગસ્ટે અતિ ભારે વરસાદ પડવાની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
આઇએમડી દ્વારા આગામી 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરી છે જે બહુ ભારે છે. તેથી સત્તાવાળાઓ દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે સાથે જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ર્ચિમ મહારાષ્ટ્રના પુણે, કોલ્હાપુર, સાતારા અને સાંગલી સહિતના જિલ્લાઓમાં 17 મી ઓગસ્ટ શનિવારે ભારે વરસાદ પડવાની શક્યતા છે. સાતારા અને પુણે જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી શકે છે’, એમ ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું. આ સિવાયના અન્ય વિસ્તારમાં અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં ગુરુવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, એમ તેમણે કહ્યું હતું.