News Continuous Bureau | Mumbai
ઓફિસ જવા નીકળ્યા છો અથવા તો કોઈ મહત્વના કામથી બહાર નીકળ્યા છો તમારે માટે મહત્વના સમાચાર છે. દક્ષિણ મુંબઈમાં મોટાભાગના રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. તેથી મુંબઈ ટ્રાફિક પોલીસે મુંબઈગરાને ટ્રાફિકમાં ફસાઈ જવાની શક્યતાને પગલે એ પણ સમય કાઢીને ઘરની બહાર નીકળવાની સલાહ આપી છે.
આજે ગૌરી વિસજર્ન હોવાને કારણે મુંબઈના અનેક જગ્યાએ ટ્રાફિકને ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. સાધારણ રીતે બપોર પછી વિસર્જન શરૂ થશે અને ત્યારે ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે. જોકે એ પહેલા જ આજે સવારથી જ દક્ષિણ મુંબઈમાં મલબારહિલ, મહાલક્ષ્મી રેસકોર્સ, સાત રસ્તા, ચિંચપોકલી, લાલબાગ-પરેલ, વરલી સી લિંક પર ટ્રાફિક અત્યંત ધીમી ગતીએ ચાલુ છે. આ માર્ગો પર ભારે ટ્રાફિક જામ છે. લોકો લાંબા સમયથી સુધી ટ્રાફિકમાં ફસાઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : ગણેશ વિસર્જનને અનુલક્ષીને પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય- અનંત ચતુર્દશી પર આ સ્ટેશનો વચ્ચે દોડાવશે વિશેષ લોકલ ટ્રેનો
તેથી મુંબઈ ટ્રાફિક પોલીસે નાગરિકોને વધુ સમય રાખીને જ ઘરની બહાર નીકળીવાની અપીલ કરી છે. કારણે અહીં રહેલા ટ્રાફિકમાં ફસાઈ જવાની શક્યતાને પગલે ઓફિસે અથવા મહ્તવના કામને નીકળનારી વ્યક્તિ ફસાઈ શકે છે.