News Continuous Bureau | Mumbai
સળંગ ચાર દિવસની રજાઓના કારણે મુંબઈ-પુણે હાઈવે(Mumbai-Pune Highway) પર ટ્રાફિક જામ(Traffic Jam) થઈ ગયો છે. હાઈવે પર વાહનોની ભારે ભીડ (Heavy traffic congestion) થઈ ગઈ છે. છે. ખાલાપુર ટોલ બૂથ(Khalapur Toll Booth) પાસે વાહનોની બેથી અઢી કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ છે. આ વર્ષનો સૌથી મોટો વીકએન્ડ(weekend) શરૂ થઈ ગયો છે, તેથી મુંબઈ-પુણેથી નાગરિકો મોટી સંખ્યામાં પર્યટન સ્થળો(Tourist places) અને તેમના ગામમાં જઈ રહ્યા છે.
It#39;s raining & heavy Traffic at Pune Mumbai Highway Toll Lines are extending more than 2 kms
Expect the delays#MumbaiPune #MumbaiTraffic #MumbaiPuneToll pic.twitter.com/hHHfBFr6Yj
— मेंतेराDJay (@JDharwadkar) August 13, 2022
સળંગ ત્રણ દિવસની રજાઓને કારણે પુણે જવાનો સમગ્ર માર્ગ ઠપ્પ થઈ ગયો છે. આ ટ્રાફિક જામને દૂર કરવા વહીવટીતંત્ર(administration) દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ટ્રાફિક પૂર્વવત થવામાં સમય લાગશે તેવી માહિતી આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : લોકલ ટ્રેન યાત્રી કૃપયા ધ્યાન દે- પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે આજે 4 કલાકનો રહેશે નાઈટ બ્લોક
Huge traffic on Mumbai Pune expressway towards pune road upto tollway Why not free the road #Mumbaipune #traffic #mumbaipuneroad #expressway #toll pic.twitter.com/1llIh5CAsP
— Smita (@drsmita7) August 13, 2022
દરમિયાન, ઓગસ્ટ મહિનામાં સળંગ રજાઓના કારણે તમામ પર્યટન સ્થળો પરની 80 ટકા હોટલો અને રિસોર્ટ(Hotels and Resorts) બુક થઈ ગયા છે. મુંબઈવાસીઓ હિલ સ્ટેશન(Hill station) સહિત કોંકણ(Kokna), ગોવા(Goa) જવાનું પસંદ કરે છે. સાથે જ માથેરાન(Matheran), લોનાવાલા(Lonavala), મહાબળેશ્વર(Mahabaleshwar), મુરબાડ(Murbad), શાહપુર, કર્જત, ભીવપુરી, પાલઘરમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ઘસારો કર્યો છે.