News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસે(Mumbai Police) એક પરિપત્ર જાહેર કર્યું છે. આ પરિપત્ર(Circular) માં કહેવામાં આવ્યું છે કે મુંબઈ શહેરની હદમાં બે પૈડાના વાહન(Two wheeler) પર બેસનાર તમામ વ્યક્તિઓએ હેલ્મેટ(Helmet) ફરજિયાત પણે પહેરવું પડશે. આ જોગવાઈ કાયદાની ચોપડીમાં પહેલેથી હતી પરંતુ મુંબઈ શહેરમાં તેનું પાલન કરવામાં આવતું ન હતું. છેલ્લા ઘણા સમયથી મુંબઈ પોલીસે રસ્તા પર વાહન ચલાવી રહેલા અનેક લોકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન(Violation of law) નોંધ્યું હતું. ત્યારબાદ ભલામણ કરવામાં આવી હતી કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે.
આ સમાચાર પણ વાંચો: શિવસેનાના નેતા યશવંત જાધવને ઈડીનું તેડું, આ મામલે તપાસ એજન્સીએ પાઠવ્યું સમન્સ.. જાણો શું છે મામલો
હવે કાયદાની આ જોગવાઈ(provision of law) લાગુ થઈ ગઈ છે અને તે માટે નાગરિકોને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 15 દિવસ પછી જો આ કાયદાનું પાલન નહીં કરવામાં આવે તો પાંચસો રૂપિયાનો દંડ થશે તેમ જ બાઈક ચલાવનાર વ્યક્તિ નું લાયસન્સ(License) ત્રણ મહિના માટે સસ્પેન્ડ(Suspend) કરવામાં આવશે.
આમ મુંબઈ પોલીસે મુંબઈ શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરી દીધું છે. સીધા શબ્દોમાં કહીએ તો હવે બે પૈડાના વાહન પર બેસનાર તમામ લોકોએ હેલ્મેટ પહેરવું પડશે.