News Continuous Bureau | Mumbai
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Mumbai International Airport) આસપાસ ઊભી થઈ ગયેલી હાઈરાઈઝ ઈમારતો(highrise Building)ને લઈને હાઈકોર્ટે(Bombay Highcourt) મોટો ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે એરપોર્ટની આસપાસની 48 ઈમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને આદેશનું તાત્કાલિક પાલન કરવા જણાવ્યું છે.
આ આદેશ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Mumbai's Chhatrapati Shivaji Maharaj Terminus International Airport)ની નજીક આવેલ ઈમારતોના સંદર્ભમાં છે. હાઈકોર્ટે જે ઈમારત ઉંચાઈ મર્યાદા કરતાં વધારે છે તેને તોડી પાડવાનો આદેશ આપ્યો છે, જે હેઠળ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની 48 બહુમાળી ઈમારતોના ભાગોને તાત્કાલિક તોડી પાડવી પડશે.
બોમ્બે હાઈકોર્ટના આદેશ અનુસાર ચોક્કસ ઊંચાઈ થી ઉપર બાંધવામાં આવેલા બાંધકામને પાડવાના છે. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમ.એસ. કર્ણિકની બેન્ચે આ જવાબદારી મુંબઈ મહાનગરપાલિકને માથે થોપવાનો પ્રયાસ કરવા બદલ કલેક્ટર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.