News Continuous Bureau | Mumbai
Hijab Ban Mumbai College : મુંબઈ શહેરની એન જી આચાર્ય અને ડી કે મરાઠે કોલેજમાં ( NG Acharya & D K Marathe College ) બુરખા, હિજાબ, નકાબ, સ્ટોલ અને ટોપી પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કોલેજ પ્રાઇવેટ કોલેજ છે તેમજ સરકારી સંચાલિત નથી. આ પરિસ્થિતિમાં છ જેટલા વિદ્યાર્થીઓ કોલેજના પ્રશાસનની વિરુદ્ધમાં કોર્ટે ચડ્યા છે.
Hijab Ban Mumbai College : કોર્ટમાં શું થયું?
છ વિદ્યાર્થીઓ ( College Students ) ભેગા મળીને બોમ્બે હાઈકોર્ટમાં ગયા જ્યાં તેમને કોઈ પણ પ્રકારની રાહત મળી નથી. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એ કહ્યું કે કોલેજ એ વિદ્યાનું મંદિર છે અને અહીં એક ડ્રેસ કોડ હોય છે. જેનું તમામ વિદ્યાર્થીએ પાલન કરવું પડે છે. આ પરિસ્થિતિમાં અમુક સંપ્રદાયના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને કાયદો બદલવો યોગ્ય નથી. બોમ્બે હાઈકોર્ટના ( Bombay High Court ) ચુકાદા થી નારાજ એવા વિદ્યાર્થીઓ હવે સુપ્રીમ કોર્ટ ( Supreme Court ) પહોંચ્યા છે. અહીં ચીફ જસ્ટિસ ની બેન્ચ આખો મામલો સાંભળશે.
આ સમાચાર પણ વાંચો : Bangladesh violence: બાંગ્લાદેશ માં ભડકી હિંસા, આ લોકપ્રિય અભિનેતા અને તેના પિતા ની લોકો એ કરી નિર્મમ હત્યા, જાણો સમગ્ર મામલો
