ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકા નીચાણવાળા વિસ્તાર ગણાતા દાદર, પરેલ, હિંદમાતામાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાશે નહીં એવા દાવા કરતી હોય છે. નાળાની સફાઈ પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોય છે.
એટલું જ નહીં, પણ હિંદમાતા પરિસરમાં પાણી ભરાય નહીં તે માટે ચોમાસામાં વધારાના પંપ પણ બેસાડતી હોય છે. રસ્તાની ઊંચાઈ પણ અહીં વધારવામાં આવી છે. એટલું જ નહીં પણ દાદર, પરેલ, જેવા વિસ્તારમાં પાણી ભરાતાં રોકવા માટે કરોડો રૂપિયા ખર્ચીને બ્રિટાનિયા પંપિંગ સ્ટેશન પણ ઊભું કરવામાં આવ્યું છે.
છતાં દર વર્ષે ચોમાસામાં થોડા વરસાદમાં પણ ઘૂંટણભેર પાણી ભરાતાં હોય છે. કરોડો રૂપિયા ખર્ચીને પણ મુંબઈ મહાનગરપાલિકા પરેલ-હિંદમાતામાં પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ લાવી શકી નથી, ત્યારે આ વર્ષે પરેલ હિંદમાતાના સાર્વજનિક ગણેશ મંડળે ચોમાસામાં થોડા વરસાદમાં પણ ઘૂંટણભેર ભરાતાં પાણીને કારણે થતી હાલાકીનો ચિતાર આપતી સજાવટ ગણેશ મંડળમાં કરીને મુંબઈ મહાનગરપાલિકાનું નાક કાપી નાખ્યું છે.
સાવધાન : કોરોનાને કારણે મુંબઈમાં દર્દીઓની સંખ્યા ઓછી, પરંતુ મૃતકોનો આંકડો વધ્યો; જાણો વિગત