News Continuous Bureau | Mumbai
Mumbai Bomb Threat :મુંબઈની 50 થી વધુ હોસ્પિટલો અને ચર્ની રોડ પરની હિન્દુજા કોલેજ ( Hinduja College ) ઓફ કોમર્સને મંગળવારે સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ ( Bomb Threat ) મળી હતી, જેના પગલે બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમો સર્ચ ઓપરેશન માટે આ સંસ્થાઓ પર પહોંચી હતી. ઈમેલ મોકલનારએ દાવો કર્યો હતો કે, હોસ્પિટલોના પલંગ અને બાથરૂમની નીચે બોમ્બ મૂકવામાં આવ્યા છે, જે થોડા સમય પછી વિસ્ફોટ થઈ જશે. પોલીસેના જણાવ્યા મુજબ આ ઈમેલ VPN નેટવર્કનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યા હતા.
મુંબઈની જસલોક હોસ્પિટલ, રાહેજા હોસ્પિટલ, સેવન હિલ હોસ્પિટલ, કોહિનૂર હોસ્પિટલ, કેઈએમ હોસ્પિટલ, જેજે હોસ્પિટલ, સેન્ટ જ્યોર્જ અને અન્ય હોસ્પિટલોને ( Mumbai Hospitals ) બોમ્બની ધમકીના ઈમેલ ( Bomb Threat Email ) મળ્યા હતા. આ ઈમેલ Beeble.com નામની વેબસાઈટ પરથી મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલોને ધમકીનો ઈમેલ મળતાની સાથે જ તેમણે તરત જ પોલીસનો ( Mumbai Police ) સંપર્ક કર્યો હતો. આ બાદ તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ટીમોએ હોસ્પિટલોમાં સર્ચ ઓપરેશન ( Search operation ) હાથ ધર્યું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી.
Mumbai Bomb Threat : આ સિવાય મુંબઈના BMC હેડક્વાર્ટરને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો…
આ સિવાય મુંબઈના BMC હેડક્વાર્ટરને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. એક અજાણ્યા વ્યક્તિએ હેડક્વાર્ટરને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે BMC હેડક્વાર્ટરની તપાસ કરી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. તેથી આ મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai Weather Update: IMDનું એલર્ટ, મુંબઈમાં આજથી ગરમીનો આવશે અંત, 22 જૂનથી ભારે વરસાદની સંભાવના..
આ ઈમેલ કોણે અને ક્યાંથી મોકલ્યો હતો તે અંગે હજુ સુધી પોલીસને કોઈ માહિતી મળી નથી. ધમકીભર્યો ઈમેલ મોકલવા પાછળનો હેતુ શું છે તે પણ હજુ સ્પષ્ટ થયું નથી. હિન્દુજા કૉલેજ ઑફ કોમર્સના પ્રિન્સિપાલે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, અમને ઈમેલ દ્વારા ધમકી મળી હતી. તેથી અમે આની જાણ વીપી પોલીસ સ્ટેશન અને કોલેજ મેનેજમેન્ટને કરી હતી. પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને જાણવા મળ્યું હતું કે ધમકી એક અફવાહ હતી.
તાજેતરમાં, દિલ્હી અને ઉત્તર પ્રદેશની ઘણી કોલેજો અને શાળાઓને ઇમેઇલ દ્વારા સમાન ધમકીઓ મોકલવામાં આવી હતી. મે મહિનામાં દિલ્હી અને નોઈડામાં લગભગ 100 શાળાઓ અને 15 કોલેજોને બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ ધમકીભર્યા ઈમેલ બીબલ ડોટ કોમ નામની વેબસાઈટ સાથે જોડાયેલા એક જ આઈડી પરથી મોકલવામાં આવ્યા હતા, જેનું સર્વર સાયપ્રસમાં છે. જો કે, હવે અધિકારીઓએ આ મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.