News Continuous Bureau | Mumbai
Mumbai: સોમવારે મુંબઈમાં બોરીવલી(Borivali) પૂર્વમાં માગથાણે મેટ્રો સ્ટેશનની(Metro station) નજીક હિટ એન્ડ રનમાં(Hit and Run) 38 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. કસ્તુરબા માર્ગ પર પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધ્યો છે.
આ ઘટના અંગે બપોરના 1 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમ દ્વારા પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ વાહનને જાણ કરવામાં આવી હતી. પોલિસ માગથાણે ફ્લાયઓવર પર પહોંચ્યા પછી, પોલિસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ઉત્તર-બાઉન્ડ સ્ટ્રેચ પર ડિવાઈડર પાસે એક વ્યક્તિ બેભાન પડેલો જોયો હતો. મજુરને કાંદિવલીની બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ મજુરોને મૃત જાહેર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : FTSC : મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે 1023 ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ ની સ્થાપના કરવામાં આવશે..
સોરેન બિહારનો વતની હતો….
બાદમાં પોલીસે ક્રેશ લોકેશન પર તેના એક મિત્રને શોધી કાઢ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મિત્રએ પીડિતાની ઓળખ દેવલાલ સોરેન (38) તરીકે કરી હતી. સોરેન બિહારનો વતની હતો અને બાદમીં તેના મિત્રએ સોરેનના પરિવારને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. સોરેન મજૂર હતો. આ મામલામાં ગુનેગાર કોણ છે તે જાણવા માટે પોલીસ WEH પરના CCTV ચેક કરી રહી છે. પોલિસની તપાસ હજી ચાલુ છે..