ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
29 ડિસેમ્બર 2020
ગોરેગામ પશ્ચિમમાં માંગુ નગર ખાતે ફેરિયાઓ નો ત્રાસ ઘણો વધી ગયો છે. અહીં વ્યવસાય કરનારા ફેરીયાઓ રસ્તા પર સિલિન્ડર મૂકીને ખાવાનું પણ પકાવે છે. મહાનગરપાલિકાના આદેશ મુજબ અસુરક્ષિત રીતે સાર્વજનિક જગ્યાએ સિલિન્ડર નો ઉપયોગ કરવો તે ગેરકાયદેસર છે. વા સંદર્ભે સ્થાનિક રહેવાસી દિપક મોદીએ બાંગો નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે સ્થાનિક વ્યક્તિ દ્વારા ફરિયાદ મળ્યા બાદ ફેરિયાઓ એ ફરિયાદી એવા દિપક મોદી ની માહિતી મેળવી અને ત્યારબાદ તેમની સાથે હાથાપાઈ પર ઉતરી આવ્યા.
આ સંદર્ભે સ્થાનિક રહેવાસી દિપક મોદીએ જણાવ્યું કે રસ્તા પર બબાલ થઈ ગયા બાદ મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી કરવા માટે વાહન આવી પહોંચ્યા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ વાહનો એ કાર્યવાહી પતાવી એના ત્રણ કલાકની અંદર ફરી એક વખત તમામ ફેરિયાઓ તે જગ્યા ઉપર આવીને ઊભા રહી ગયા. આમ સ્થાનિક લોકોની સમસ્યા જ્યાં ને ત્યાં છે. આ સંદર્ભે મહાનગરપાલિકાએ ફરિયાદીને આશ્વાસન આપ્યું છે કે આવનાર દિવસોમાં તે આ સંદર્ભે વધુ એક વખત કડક કાર્યવાહી કરશે.
