Honouring City’s Legacy: મુંબઇના વિકાસમાં સિંહફાળો આપનાર આ ૧૮ વિભૂતિઓની પ્રતિમાઓનું અનાવરણ

Honouring City's Legacy: આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર, મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટીલ, મુંબઈ શહેરના પાલક મંત્રી દીપક કેસરકર, ભાજપ મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર, ધારાસભ્ય પ્રવીણ દરેકર, મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

by kalpana Verat
Former Times Group Chairman Ashok Jain Among 17 Honoured As ‘Heroes Of Mumbai’ By Maharashtra Govt

News Continuous Bureau | Mumbai 

Honouring City’s Legacy: 

  • ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાની વિશેષ ઉપસ્થિતી માં  ‘હીરોઝ ઓફ મુંબઈ’ દ્વારા, કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ગિરગાંવમાં ઈકો-ફ્રેન્ડલી રિફ્રેશમેન્ટ સેન્ટરની સ્થાપના કરી.

  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ‘મુંબઈના હીરો’ કાર્યક્રમ હેઠળ, આજે મુંબઈના સર્વાંગી વિકાસ, આર્થિક પ્રગતિ, સુરક્ષા અને સાંસ્કૃતિક માળખામાં યોગદાન આપનાર વિભૂતિઓની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાના વિચારોમાંથી ‘હીરોઝ ઓફ મુંબઈ’ કાર્યક્રમની કલ્પના સાકાર થઈ છે. આ અંતર્ગત ગિરગાંવના કિલાચંદ ઉદ્યાનને સ્મૃતિ અને પ્રેરણાના સ્થાનમાં ફેરવવામાં આવ્યું છે. અહીં, છત્રપતિ શિવાજીની પ્રતિમા સાથે, મુંબઈના ઉત્થાનમાં ફાળો આપનાર ૧૮ વિભૂતિઓની પ્રતિમાઓ બનાવવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય મુંબઈવાસીઓને આ મહાન હસ્તીઓના કાર્યથી પ્રેરિત કરવાનો છે.

Former Times Group Chairman Ashok Jain Among 17 Honoured As ‘Heroes Of Mumbai’ By Maharashtra Govt

તેમજ આ પહેલ હેઠળ પર્યાવરણીય પૂરક વિકાસ સાધવાના પ્રયાસરૂપે કિરચંદ ગાર્ડન ખાતે સૂર્યમંડપની સ્થાપના કરવામાં આવી હતી, જેના દ્વારા બગીચા માટે જરૂરી વીજ પુરવઠો સોલાર સાધનો દ્વારા પૂર્ણ કરવામાં આવશે. તે ઉપરાંત આ પાર્કનું શહેરીજનો માટે બ્યુટિફિકેશન પણ કરવામાં આવ્યું છે.

Former Times Group Chairman Ashok Jain Among 17 Honoured As ‘Heroes Of Mumbai’ By Maharashtra Govt

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ગિરગાંવમાં કાર્યક્રમનું સમાપન થયું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર, મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટીલ, મુંબઈ શહેરના પાલક મંત્રી દીપક કેસરકર, ભાજપ મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર, ધારાસભ્ય પ્રવીણ દરેકર, મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેની સાથે ડો. બાબાસાહેબ આંબેડકર, સ્વા. સાવરકરના અને સાથે અન્ય મહાપુરુષોના વંશજો પણ હાજર હતા.

Former Times Group Chairman Ashok Jain Among 17 Honoured As ‘Heroes Of Mumbai’ By Maharashtra Govt

જે. પી નડ્ડાએ મંત્રી મંગલ પ્રભાત લોઢાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે, “આ ઉદ્યાનમાં એક ઊર્જા છે જે મનને પ્રજ્વલિત કરે તેવું વાતાવરણ છે. આવનારી પેઢીએ આજના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહાન વિભૂતિઓએ શું યોગદાન આપ્યું છે તેની જાણ થવી જોઈએ. આ પાર્ક દ્વારા, આજના યુવાનો આપણા ઈતિહાસ અને આપણું ભવિષ્ય જાણી શકશે.

આ સમાચાર પણ વાંચો : Paytm Payments Bank Case : Paytm UPI યૂઝર્સ માટે સારા સમાચાર, RBIએ સેવા જાળવી રાખવા માટે ભર્યું આ મોટું પગલું..

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ મંત્રી મંગલ પ્રભાત લોઢાને મુંબઈકરોને પ્રેરણા આપતું પ્રેરણા સ્થળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લોઢા ફાઉન્ડેશન દ્વારા આ પાર્ક બનાવવા માટે મદદ કરવા બદલ મંજુ લોઢાને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સ્થાન ભવિષ્યમા બધાને ચેતના અને આશા આપશે.

Former Times Group Chairman Ashok Jain Among 17 Honoured As ‘Heroes Of Mumbai’ By Maharashtra Govt

મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે “મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના માર્ગદર્શન હેઠળ અને મુંબઈ મહાનગરપાલિકાના સહયોગથી અમે આ પાર્ક બનાવ્યો છે. ભવિષ્યમાં આ ઉદ્યાનનું પુન:નિર્માણ થશે. જે અવશ્ય હજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થાન બની જશે, સાથે જ લાખો ભારતીયો માટે પ્રેરણાનો સ્ત્રોત પણ બનશે.”

મુંબઈની પ્રગતિમાં મૂળ કોળી ભાઈઓના યોગદાનને ધ્યાનમાં રાખીને અહીં તેમના માટે એક પ્રતિમા પણ બનાવવામાં આવી છે.

આ કાર્યક્રમમાં જે ૧૮ વિભૂતિઓની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેઓના નામ નીચે મુજબ છે.

  1. ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર
  2. સ્વા. વીર સાવરકર
  3. ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલે
  4. લતા મંગેશકર
  5. દાદાસાહેબ ફાળકે
  6. કુસુમાગ્રજ
  7. હોમી ભાભા
  8. જેઆરડી ટાટા
  9. જગન્નાથ શંકર શેઠ
  10. અન્નાભાઈ સાઠે
  11. બાળાસાહેબ ઠાકરે
  12. ધીરુભાઈ અંબાણી
  13. રામનાથ ગોએન્કા
  14. શેઠ મોતી શાહ
  15. શહીદ બાબુ ગેનુ
  16. અશોક કુમાર જૈન
  17. કોળી બંધુઓ
  18. સચિન તેંડુલકર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More