186
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
થોડા દિવસ અગાઉ મુંબઈથી અમદાવાદ તરફ જવાના હાઈવે પર સ્થિત એક્સપ્રેસ ઇન હોટલના સંખ્યાબંધ કર્મચારીઓ ને કોરોના થયા બાદ અનેક સ્વાદના રસિયાઓ ખતરામાં મુકાયા હતા. હવે હાઇવે પરની બીજી સૌથી ફેમસ હોટલ ફાઉન્ટન પણ સીલ કરવામાં આવી છે. આ હોટલ માં બહુ મોટી સંખ્યામાં લોકો સ્વાદ માણવા પહોંચી જતા હતા.હવે આખી હોટલને કંટામીનેટેડ ઝોન ડિકલેર કરવામાં આવી છે. આ હોટલમાં કામ કરી રહેલા ૬૦ લોકોને હોટલમાં જ કોરન્ટીન કરવામાં આવ્યા છે જ્યારે કે 20 લોકોને દિલ્હી દરબાર હોટલ માં કોરન્ટીન કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય ૪૦ લોકોને તેમના ઘરે કોરન્ટીન કરવામાં આવ્યા છે.
હવે મહાનગરપાલિકાએ લોકોને શોધી રહી છે જેઓએ ગત દિવસો દરમિયાન અહીં ખાનપાનનો આનંદ માણ્યો હતો કારણ કે તે તમામ લોકો પર પણ કોરોના નો ખતરો મંડરાઇ રહ્યો છે.
You Might Be Interested In