ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
મુંબઈ મ્યુનિસિપલ ક્ષેત્રમાં આ મહિને હાઉસિંગ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન ત્રણ ગણું વધી અને 9037 યુનિટ થયું છે, એમ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું. BMC ક્ષેત્ર એટલે કે ચર્ચગેટથી દહિસર અને કોલાબાથી મુલુંડમાં શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધી 9,037 યુનિટની નોંધણી થઈ હતી, તો જૂન 2021માં 7,857 યુનિટ નોંધાયા હતા અને2020ના જુલાઈ મહિનામાં 2,662 એકમો નોંધાયા હતા.
નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે આ મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “કોરોનાની બીજી લહેર છતાં મિલકતના રજિસ્ટ્રેશનમાં થયેલો વધારો પ્રોત્સાહન પૂરું પડે છે. માસિક ધોરણે પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન સતત વધતું રહ્યું છે. મે 2021થી અને જુલાઈ 2021માં 9,000 યુનિટનો આંકડો પાર કરી ગયો છે.”
ઑલિમ્પિક મેડલ જીતનાર મીરા ચાનુ ફોલો કરતી હતી આ ડાયટ; જાણો શું હોય છે ખેલાડીઓનો ખોરાક
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ડિસેમ્બર 2020માં રજિસ્ટ્રેશન ઑફિસમાં ભીડને રોકવા માટે સ્ટૅમ્પ ડ્યુટી ચૂકવ્યા બાદ મિલકતની નોંધણી કરવા માટે ઘર ખરીદનારાઓને ચાર મહિનાની છૂટ આપી હતી. આ મુદત ૩૧ જુલાઈ, ૨૦૨૧ના રોજ સમાપ્ત થતી હોવાથી આ વધારો જોવા મળ્યો છે. જોકેમહારાષ્ટ્ર સરકારે મહિલાઓ ઘર ખરીદે તો સ્ટૅમ્પ ડ્યુટીમાં એક ટકાની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો એને પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.