ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
હાલમાં ડિજિટલ ફ્રોડનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. લોકો કોઈક વેબસાઈટ પર મળતી શાનદાર ઓફરમાં ફસાઈ જતા હોય છે અને ઘણીવાર ઓફરના ચક્કરમાં તેમને મોટું નુકસાન સહન કરવું પડે છે, પરંતુ શું તમે જાણો છો કે આવી ફ્રોડ વેબસાઈટને કઈ રીતે ઓળખી શકાય? મુંબઈ પોલીસે આ અંગે જાગૃતિ લાવવા માટે હવે લોકો સામે ફેક વેબસાઈટને ઓળખવા માટે ચાર પોઈન્ટ સામે મુક્યા છે.
આ નકલી વેબસાઈટને ઓળખવા માટે કેટલીક સાઈન છે. (૧) રિફંડ અથવા રીટર્ન પોલીસી જેવી કોઈપણ માહિતી આવી સાઇટ પર હોતી નથી. (૨) કસ્ટમર કેર નંબર હોતો નથી. (૩) આવી વેબસાઈટની ઓફર શંકાસ્પદ હોય છે. (૪) તમારી પાસેથી અનાવશ્યક માહિતી પણ માગવામાં આવે છે.
મોટા ભાગે મોટી બ્રાન્ડ્સના નામની જોડણીમાં ફેરફાર કરીને લોકોનો મોટી છેતરપિંડી કરતા હોય છે. વાસ્તવિક સાઇટ અને નકલી વેબસાઇટ્સને કેવી રીતે ઓળખવું તે ઘણીવાર એક પ્રશ્ન છે. મુંબઇ પોલીસ અનુસાર, નકલી ઇ-કૉમર્સ વેબસાઇટ્સમાં ઉક્ત ચારમાનો એક મુદ્દો જોવા મળે છે.