174
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર
વાવાઝોડું મુંબઈ શહેરથી દૂર ચાલી રહ્યું છે, પરંતુ મંગળવારના દિવસે એટલે કે આજે એની પૂરેપૂરી અસર વર્તાશે.
મુંબઈ શહેરના વાતાવરણમાં આજે ઠંડક રહેશે, પરંતુ આશરે ૮૦થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવા થોડી માટોળી એટલે કે ધૂળવાળી રહેશે. તદુપરાંત મુંબઈ શહેર અને એની આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અલગ અલગ જગ્યાએ છૂટાછવાયા વરસાદનાં ઝાપટાં પડશે.
મુંબઈવાસીઓએ આજે છત્રી લઈને ઘરની બહાર નીકળવું પડશે તેમ જ વરસાદથી બચવું પડશે.
મોસમ વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડાની તાકાત હવે પહેલાં કરતાં ઓછી થઈ છે, કારણ કે એ ગુજરાતમાં જમીન પર લૅન્ડ થયું છે. તેની પૂંછડીના ભાગમાં રહેલાં વાદળો અત્યારે પશ્ચિમી તટ પર છવાયેલાં છે જે વરસાદ લાવશે.
You Might Be Interested In