ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
શું તમને ખબર છે લિમોઝીન અને બીજી હાઈબ્રિડ પેટ્રોલ કાર ના સાઇલેન્સરમાં કિંમતી ધાતુઓથી બનેલા કેટાલિટીક કન્વર્ટર લગાવવામાં આવ્યા હોય છે.? આ ઉપકરણ પેલેડીયમ જેવી કિંમતી ધાતુથી બન્યા હોય છે. આ ધાતુ સોનાથી પણ મોંધી છે. ભારતના બજારમાં આ ધાતુની કિંમત 10 ગ્રામે 59000 રૂ. બોલાય છે. આ ધાતુની કિંમતમાં એક જ વર્ષમાં 28 ટકાથી વધારેનો ઉછાળો નોંધાયો છે.
લિમોઝીન અને હાઈબ્રિડ કારના સાઇલેન્સર ચોરાવાની ઘટના સૌથી વધુ મુંબઈ અને ગુજરાતમાં નોંધાય છે. મહત્તમ ઊંચી કિંમત પેટ્રોલ કારના મળે છે. જેમાં સરેરાશ બે ગ્રામ અને લિમોઝીન કારમાં સાત ગ્રામ જેટલી પેલેડીયમ હોય છે અને એક વાર કારનો આ પાર્ટ ચોરાઈ જાય પછી તેનો વિકલ્પ શોધવો કારમાલિક માટે મુશ્કેલ બની જાય છે.
આણંદ અને ખેડામાંથી એક ગેંગ પાસેથી 23 કન્વર્ટર પકડાયા બાદ મુંબઇમાં ચાલતું રેકેટનો ભેદ ઉકેલાયો છે. લોકલ ક્રાઇમ બ્રાંચના જણાવ્યા મુજબ લિમોઝીન અને હાઈબ્રિડ કારમાં કેટાલિટિક કન્વર્ટર (સાઈલેન્સર) નું કુલ વજન 900 ગ્રામ જેટલું હોય છે. આવી કિંમતી કારમાંથી ચોરાયેલાં પ્રત્યેક સાઈલેન્સરના મુંબઈ સ્થિત ગેંગના માણસો 11 હજારથી 15 હજાર રૂપિયામાં વેચી દે છે. પહેલા સાઇલેન્સર ચોરનાર આ ટોળકી મુંબઈના ગેરેજ માલિકને વેચતા હતા. પરંતુ જ્યારથી પેલેડિયમ સહિતની ધાતુના ભાવો વધ્યા છે ત્યારથી આ લોકો ખાસ ગેંગ બનાવીને ચોરી કરી રહ્યા છે.
જો તમે પણ મોંઘી લક્ઝરી કે હાઈબ્રિડ કાર ધરાવતા હોવ તો નીચેના સાવચેતી ના પગલાં લેશો–
# સાઇલેન્સર ને ઓળખવા માટે એના પર કાર લેતી વખતે જ નંબરિંગ કરાવી લો.
# કેટાલિટિક કન્વર્ટર આવ્યું હોય ત્યાં સલામત અને મજબૂત કવર કરાવવું.
# સીસીટીવી અને એલાર્મ લગાવવા.
# કારને એવી જગ્યાએ પાર્ક કરો ત્યાંથી ચોરી કરવી મુશ્કેલ બને..
