News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા પર ચોરીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ મુંબઈમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે LIC એજન્ટ તરીકે 16 વર્ષથી ફરાર ઠગને પકડી પાડ્યો છે. રસપ્રદ વાત એ છે કે પોલીસે તેના સોનાના દાંતની ઓળખથી પકડી પડ્યો છે. જ્યારે પોલીસ તેની પાસે એલઆઈસી એજન્ટ બનીને વાત કરી રહી હતી ત્યારે તે હસ્યો હતો. ત્યારે તેના બે સોનાના દાંત દેખાતા પોલીસે તેને પકડી લીધો હતો. આ સમગ્ર મામલો આરએકે માર્ગ પોલીસ સ્ટેશનનો છે. પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ચોરની ધરપકડ મદદનીશ પોલીસ ઈન્સ્પેક્ટર મહેશ લામખેડે અને તેમની ટીમે કરી હતી.
2007માં 40 હજાર રૂપિયા લઈને ભાગી ગયો હતો.
પોલીસે જણાવ્યું કે 37 વર્ષીય ચોર 2007માં સેલ્સમેન હતો. તે પરેલમાં કપડાંની દુકાનમાં કામ કરતો હતો. 28 જુલાઈ 2007ના રોજ દુકાનના માલિકે તેને 40,000 રૂપિયા અન્ય બિઝનેસમેનને આપવા માટે આપ્યા હતા. પરંતુ પૈસાને જોઈને તેનો ઈરાદો બગડી ગયો હતો. તેણે પૈસા ભરેલી થેલી ઘરમાં સંતાડી દીધી અને બાદમાં તેણે એવી વાર્તા ઘડી કાઢી કે તેની સાથે પૈસાની લૂંટ થઈ હતી. બાદમાં આ મામલામાં દુકાન માલિકે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરીને તેની ધરપકડ કરી હતી. પરંતુ ત્રણ દિવસ બાદ જામીન મળતા તે ભાગી ગયો હતો. ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી.
આ સમાચાર પણ વાંચો : ભારત પરત ફરી રહ્યા છે લાલુ યાદવ, કિડની આપનાર દીકરીએ લખ્યું – પપ્પાનું ધ્યાન રાખજો
છેતરપિંડી કરનાર પૈસાનો લાલચુ હતો, આ રીતે પકડાયો.
પોલીસના જણાવ્યા પ્રમાણે ચોરે પોતાની ઓળખ છુપાવી હતી. તે નવા નામથી ગુજરાતના કચ્છ જિલ્લામાં રહેતો હતો. બાતમીદારની સૂચના પર પોલીસ ચોરને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. પોલીસે એલઆઈસી એજન્ટ તરીકે ચોરને મુંબઈ બોલાવ્યો હતો. તેને કહેવામાં આવ્યું કે તેની એક એલઆઈસી પોલિસી પાકી ગઈ છે. પરંતુ પૈસા લેવા માટે તેને મુંબઈ આવવું પડશે. આ સાંભળીને ચોરને ફરી પૈસાનો લોભ થયો. તે મુંબઈ આવ્યો કે તરત જ પોલીસની ટીમે તેને પકડી લીધો. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.