ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈમાં માસ્ક નહીં પહેરનારા તેમ જ સાર્વજનિક જગ્યા થૂંકનારા બેજવાબદાર નાગરિકો સામે પગલાં લેવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ક્લીન-અપ માર્શલ્સ તહેનાત કર્યા છે. પરંતુ દંડની રકમને લઈને કાયમ નાગરિકો અને ક્લીનઅપ માર્શલ્સ વચ્ચે વિવાદ થતો હોય છે. અમુક સમયે વિવાદ મારામારીથી લઈને પોલીસ ચોપડે સુધી પહોંચી જતો હોય છે. તેથી આ વિવાદને રોકવા પાલિકાએ હવે એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે.
પાલિકાએ ક્લીનઅપ માર્શલ્સ તથા નાગરિકો વચ્ચે થતા વિવાદને રોકવા નવી યોજના અમલમાં મૂકી છે. તે મુજબ માસ્ક વગર ફરનારા અને થૂંકનારા લોકો સામે કાર્યવાહી કરવા નીમેલા ક્લીનઅપ માર્શલ્સ જ્યારે દંડ ફટકારે છે. તે સમયે નાગરિકોએ દંડની રકમ તેને આપવા પહેલા ક્લીનઅપ માર્શલ્સના યુનિફોર્મ પર સંબંધિત વોર્ડનું નામ અને નંબર છે કે નહીં તે તપાસી લેવો.