ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઓક્ટોબર, 2021
ગુરુવાર
હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીનની અરજી પર ગુરુવારે વધુ સુનાવણી થવાની છે. એથી આર્યન સહિત તેના દોસ્તોને વધુ એક દિવસ જેલમાં કાઢવો પડ્યો છે. હવે આજે બપોરના 3.00 વાગ્યે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પોતાનો પક્ષ કોર્ટમાં રાખશે. જો ગુરુવારે અને શુક્રવારે સુનાવણી પૂરી થઈ જાય છે તો આર્યન ખાનની જામીન પર નિર્ણય થઈ જશે. અન્યથા દિવાળી સુધી તેને જેલમાં જ રહેવું પડશે.
મુંબઈગરા માટે આટલા મહિના મહત્વપૂર્ણ, કોરોનાને લઈને મનપા એલર્ટ મોડ પર; પાલિકાએ લોકોને કરી આ અપીલ
આર્યનને જામીન મળશે કે નહીં એનો નિર્ણય કદાચ ગુરુવારે થઈ જશે. આ સુનાવણીમાં આર્યન ખાન, મુનમુન ધમેચા અને અરબાઝ મર્ચન્ટના વકીલોને અઢી કલાકનો સમય મળશે. જો આ સુનાવણી આજે પૂરી થઈ જાય છે તો આજે જ નિર્ણય આવી જશે અને જો આજે અથવા શુક્રવારે પણ કોઈ નિર્ણય નહીં થયો તો આર્યન ખાનને જેલમાં દિવાળી મનાવવી પડશે.