ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
દેશની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક IIT મુંબઈમાં અભ્યાસ કરતા 26 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. તેણે હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો. મળેલ માહિતી અનુસાર વિદ્યાર્થીએ સવારે 4.30 વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી હતી.
આત્મહત્યા કરનારો વિદ્યાર્થી માસ્ટર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેણે હોસ્ટેલના સાતમા માળેથી છલાંગ લગાવી હતી. તેને તાત્કાલિક મુંબઈના ઘાટકોપરમાં આવેલી પાલિકા સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મુંબઈમાં વોર્ડની સંખ્યા વધારવાના પ્રકરણમાં હાઈકોર્ટે લીધો આ નિર્ણય, મહારાષ્ટ્ર સરકારને મળી રાહત; જાણો વિગત
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળેથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. હતાશામાં તેણે આ પગલું ભર્યું હોવાનું તેણે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું. તેની સારવાર પણ ચાલી રહી છે. સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ તેની આત્મહત્યા માટે કોઈને દોષી ઠેરવ્યો ન હોવાનું લખ્યું હોવાનું કહેવાય છે.