News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) ના બોરીવલી(Borivali) (પશ્ચિમ) વિસ્તારમાં ઓટોરીક્ષાવાળા (Autorikshaw) ઓએ જાહેર રસ્તાને પોતાની માલિકીનો માની લીધો છે. ગમે ત્યાં રીક્ષા પાર્ક કરવાની સાથે જ રીક્ષા ડ્રાઈવરો દ્વારા રસ્તા પર રહેલા ફૂટપાથ(Footpath)નો ઉપયોગ શૌચાલય(Washrom) રીકે કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ લાંબા સમયથી થઈ રહી હતી. હવે તેને લગતા ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
Request My @mybmc @MumbaiPolice @MTPHereToHelp illegal autorickshaw parking cleaning and washing on road urinating on footpaths at Chiokowadi outside swargiya Balasaheb thackrey kridangan opp st rocks college borivali west.@mybmcWardRC . Can see many liqour bottles as well pic.twitter.com/iNarixjzWW
— Amar Shah (@Amarbjym) September 12, 2022
બોરીવલીના સ્થાનિક રહેવાસીએ મુંબઈ પોલીસ(Mumbai police), મુંબઈ ટ્રાફિક પોલીસ(Mumbai Traffic Police) સહિત મુંબઈ મહાનગરપાલિકા(BMC) ને સોશિયલ મીડિયા ટ્વીટરના માધ્યમથી ફરિયાદ કરી છે.
સોશિયલ મીડિયા પર કરેલી ફરિયાદ મુજબ બોરીવલી(Borivali) માં ચીકુવાડીની બહાર સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray) ક્રીડાંગણની બહારના રસ્તા પર ઓટોરીક્ષાવાળા ગમે ત્યાં પોતાની રીક્ષા પાર્ક કરે છે. એટલું જ નહીં પણ રસ્તા પર જ પોતાના વાહનો પાણી(Cleaning auto) થી સાફ કરીને રસ્તા ગંદા કરે છે. ઓછું હોય તેમ રસ્તા પરની ફૂટપાથનો ઉપયોગ રીક્ષાના ડ્રાઈવરો પેશાબ કરવા માટે કરે છે.
આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ
મુંબઈ(Mumbai) ટ્રાફિક પોલીસે આ ટ્વીટને વળતો જવાબ આપીને તેમની ફરિયાદ બોરીવલી ટ્રાફિક ડિવિઝનને કરી હોવાનું જણાવ્યું હતું. જોકે પાલિકા(BMC) તરફથી હજી સુધી તેનો કોઈ જવાબ મળ્યો નથી.