News Continuous Bureau | Mumbai
સરકારની બેદરકારીને કારણે મુંબઈના(mumbai) અનેક વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ(Illegal encroachment) થઈને જમીન હડપી લેવામાં આવી છે. હવે અતિક્રમણખોરોએ(Invaders) દરિયાને(sea) પણ બાકાત રાખ્યો નથી. મુંબઈના શિવડીમાં(Shivdi) દરિયા પર અતિક્રમણ કરીને તેના પર ઝૂંપડાં ઊભા કરી નાખવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. છતાં પ્રશાસનના પેટનું પાણી હલતું નથી.
મુંબઈ પર 14 વર્ષ પહેલા 26 નવેમ્બર 2008ના રોજ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશેલા આતંકવાદીઓ(Terrorists) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ મુંબઈ સહિત રાજ્યના દરિયાકિનારાને સુરક્ષિત કરવામાં આવ્યા છે. દરિયાઈ માર્ગે આવા હુમલાની કોઈ પુનરાવૃત્તિ અટકાવવા માટે ખૂબ કાળજી લેવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે મુંબઈના મહત્વના બંદરોમાંના એક શિવડી ખાતેના કૌલા બંદર(Kaula port) પર સમુદ્રનું અતિક્રમણ(Sea encroachment) કરવામાં આવ્યું છે. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ દરિયાની નીચે લાકડાના વાંસ બાંધ્યા છે અને તેના પર ઝૂંપડાઓ બાંધ્યા છે, જે પરપ્રાંતીય મજૂરોને વેચવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : રસ્તા પર ખાડા દેખાય છે- તો કરો આ ટોલ ફ્રી નંબર પર ફોન- 48 કલાકમાં ખાડા પૂરવાનો BMC અને MMRDAનો દાવો
આ ઝૂંપડાઓમાં વીજળી અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઝૂંપડીઓ દરિયાની ચારેય બાજુએ વાંસની હારમાળાથી બાંધવામાં આવી છે. નિષ્ણાતો કહે છે કે તે સલામતીની સાથે સાથે પર્યાવરણની(environment) દૃષ્ટિએ પણ ખૂબ જ ખતરનાક છે. જ્યારે સ્થાનિક સુરક્ષા સંસ્થા(Local security organization), મુંબઈ પોલીસે(Mumbai Police) આ જમીન મુંબઈ પોર્ટ ટ્રસ્ટની(Mumbai Port Trust) હોઈ ઝૂંપડાઓ હટાવવાનું તેમનું કામ છે કહીને હાથ ઉપર કરી દીધા હતા.