News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સહિત મુંબઈ છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જોકે, સપ્તાહના અંતે વરસાદે વિરામ લીધો હતો. રવિવારે મુંબઈમાં વધુ વરસાદ પડ્યો ન હતો. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. પરંતુ થોડા સમયના વિરામ બાદ મેઘરાજા ફરી એક વખત ધડબડાટી બોલવાના છે. હવામાન વિભાગે ફરી એકવાર મુંબઈ માટે વરસાદની આગાહી કરી છે. સાથે ભારતીય હવામાન વિભાગ (IMD) એ શહેર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે આજે મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
ગયા અઠવાડિયે પડેલા વરસાદને કારણે મુંબઈને પાણી પૂરું પાડતા 7 તળાવોમાં પાણીનું સ્તર વધી ગયું છે અને મુંબઈકરોની પાણીની ચિંતા દૂર થઈ છે. મુંબઈને પાણી પૂરું પાડતા તળાવનું સ્તર હવે જરૂરિયાતના 82 ટકા પર છે, જ્યારે ત્રણ તળાવો ઓવરફ્લો થયા છે.
આ સમાચાર પણ વાંચો : વિપક્ષે ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કર્યાં- આ હસ્તીને ઉતાર્યાં મેદાનમાં- જાણો વિગતે