મુંબઈગરાઓ છત્રી-રેઈનકોટ લઈને નિકળજો- વરસાદને લઈને મુંબઈ માટે હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગત સોમવારથી મેઘરાજાની બેટીંગ ચાલુ છે. 

દરમિયાન હવામાન વિભાગે રાયગઢ સહિત થાણે, પાલઘર, મુંબઈ અને પુણેમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. 

આ ઉપરાંત નાસિક, નંદુરબાર, સતારા, રત્નાગીરી, કોલ્હાપુર અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

ઉલેખનીય છે કે મંગળવારે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : ગોકુલ ધામમાં થઇ નવા તારક મહેતા ની એન્ટ્રી- સોસાયટી વાળા થયા હેરાન-જુઓ શો નો લેટેસ્ટ પ્રોમો 

Exit mobile version