236
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ઉભું થતા તેમજ દક્ષિણ-પશ્ચિમના સક્રિય પવનને કારણે મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગે આગામી 24 થી 36 કલાકમાં કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ મુંબઈ, રાયગઢ , રત્નાગીરી અને સિંધુદુર્ગમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
ત્રણેય જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં 200 મીમીથી વધુ વરસાદ થવાની સંભાવના છે.
જો કે રાજ્યના અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે તેવી આગાહી કરવામા આવી છે.
You Might Be Interested In