Site icon

ગણેશોત્સવ રહેશે ભીનો ભીનો-મુંબઈમાં આ દિવસે પડશે વરસાદ

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં એક અઠવાડિયાથી વરસાદે પોરો ખાધો છે હવે બુધવારે ગણપતિ બાપ્પાના(Ganapati bappa) આગમન સાથે વરસાદ પણ ફરી એન્ટ્રી કરે એવી શક્યતા છે. બુધવારના મુંબઈ સહિત રાજ્યમં ફરી એક વખત હળવા ઝાપટા સાથે વરસાદ(Rainfall) પોતાની હાજરી પૂરાવવાનો હોવાનું હવામાન ખાતાએ(Weather department) કહ્યું છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં વરસાદ અચાનક ગાયબ થઈ જતા ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયું છે. બે દિવસથી વધુ સમયથી ભારે વરસાદ પડ્યો ન હોવાથી તાપમાન 31 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. બુધવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રીને આસપાસ પહોંચી જાય એવી શક્યતા છે. આ દરમિયાન ગણપતિ બાપ્પાના આગમનના મુંબઈમાં છૂટોછવાયો વરસાદ પડ્યા બાદ શુક્રવારથી મુંબઈમાં ફરી ચોમાસું(Monsoon) સક્રિય થાય એવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો: અરે વાહ- શું વાત છે- ગણેશોત્સવ દરમિયાન ભક્તો માટે બેસ્ટ દોડાવશે આ ખાસ બસ- જાણો બસની ખાસિયત

મુંબઈ છેલ્લા એક અઠવાડિયાથી આકરી ગરમી અને વરસાદની ગેરહાજરીનો મુંબઈગરા અનુભવ કરી રહ્યા છે. તેથી મુંબઈગરા વરસાદના આગમનની રાહ જોવી પડે છે. વરસાદની ગેરહાજરીમાં, મુંબઈના બંને વેધશાળા કેન્દ્રોમાં(observatory centers) ભેજનું પ્રમાણ 90 ટકા સુધી પહોંચી ગયું છે. રવિવારે કોલાબામાં(Colaba) ભેજનું સ્તર 89 ટકા અને સાંતાક્રુઝ સેન્ટરમાં 84 ટકાએ પહોંચ્યું હતું. બંને કેન્દ્રોમાં મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે કોલાબા કેન્દ્રમાં(Colaba Centre) લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી અને સાંતાક્રુઝ કેન્દ્રમાં 24.6 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. સોમવારથી મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. જ્યારે મંગળવારથી લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શશે એવી આગાહી હવામાન વિભાગે તેની બે દિવસની આગાહીમાં કરી છે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version