ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
મુંબઈના મેયર કિશોરી પેડણેકર એ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે ૧૮ વર્ષથી ઉપરના લોકો ત્યારે જ વેક્સીનેશન સેન્ટર માં જાય જ્યારે તેમને વેક્સિન લેવા માટેનો મેસેજ કરવામાં આવે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે અત્યારે રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા નું બધું જ ધ્યાન 45 થી 60 વર્ષ વચ્ચેના લોકોને બીજો ડોઝ આપવા તરફનું છે.
જાણીતા સિતારવાદક અને પદ્મભૂષણ વિજેતા એવા સુરના સમ્રાટનું થયું નિધન. કોરોના એ છીનવી લીધો સિતારો…
જ્યારે રાજ્ય સરકાર પાસે પૂરતા પ્રમાણમાં વેક્સિન આવી જશે ત્યારે રાજ્ય સરકાર 18 વર્ષથી ઉપરના લોકો ને વેક્સિન આપશે.
એટલે એક વાત સ્પષ્ટ છે કે હાલ આસાનીથી વેક્સિન મળવાની નથી.
