ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જુલાઈ 2021
શનિવાર.
વધતા ટ્રાફિકની સામે રસ્તા પર ચાલવું રાહદારીઓ માટે જોખમી બની ગયું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન વિસ્તારમાં છેલ્લા 3 વર્ષમાં 999 રાહદારીઓના રોડ એક્સિડન્ડમાં મૃત્યુ થયા છે.
હાઈવે પોલીસના જણાવ્યા મુજબ 2018થી 2020ની સાલમાં મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં રસ્તે ચાલનારાઓના માટે જોખમી રહ્યું હતું. કુલ 999 લોકોના મૃત્યુ થયા હતા. તેમાં પણ 2020ની સાલમાં તો 277 લોકોના રોડ એક્સિડન્ડમાં મોત થયા હતા.
લોકો રસ્તા પર ગમે ત્યાં વાહનો પાર્ક કરવાની સાથે જ ચાલવા માટે રહેલી ફૂટપાથનો ઉપયોગ પણ વાહન પાર્ક કરવા માટે કરતા હોય છે. તેમ જ ફૂટપાથ પર ફેરિયાઓનું અતિક્રમણ થયેલું હોય છે. તેથી લોકોને નાછૂટકે ફૂટપાથને બદલે રસ્તા પર ચાલવું પડે છે. તેને કારણે ઍક્સિડન્ટના બનાવ વધી જતા હોય છે.
હાઈવે પોલીસે આપેલા આંકડા મુજબ મુંબઈમાં 2020ની સાલમાં પ્રાણઘાત ઍક્સિડન્ટમાં 126 રાહદારીઓ મોત થયા હતા. તો 741 ગંભીર ઍક્સિડન્ટમાં 897 લોકો ગંભીર રીતે જખમી થયા હતા. 2018ની સાલમાં પ્રાણઘાત ઍક્સિડન્ટમાં 198 રાહદારીઓના મોત થયા હતા, તો 1033 ગંભીર ઍક્સિડન્ટમાં 1185 લોકો જખમી થયા હતા. તેની સામે થાણેમાં 2020માં 76 ગંભીર ઍક્સિડન્ટમાં 76ના મૃત્યુ થયા હતા. તો 109 પ્રાણઘાત ઍક્સિડન્ટમાં 119 લોકોના મોત થયા હતા. નવી મુંબઈમાં 65 પ્રાણઘાત ઍક્સિડન્ટમાં 65 રાહદારીઓ મૃત્યુ પામ્યા હતા.