News Continuous Bureau | Mumbai
લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે વરસાદે(Rain) મુંબઈ, થાણેમાં આજથી ફરી આગમન કર્યું છે. જોકે અડધો જૂન મહિનો કોરો ગયો હોવાથી મુંબઈ(Mumbai)ના પાણી પૂરું પાડનારા સાતેય જળશાયોમાં માત્ર 11 ટકા પાણીનો સ્ટોક બાકી રહ્યો છે. તેથી મુંબઈગરાના માથા પર પાણીનું સંકટ (water cut)મંડરાઈ રહ્યું છે.
વરસાદના અભાવે જળાશયો(Lake)મા પાણીની સપાટીના તળિયા નીચા ઉતરી ગયા છે. આજથી મુંબઈ સહિત થાણે અને પાલઘરમાં ભારે વરસાદની આગાહી છે. તેથી જો આ અઠવાડિયા દરમિયાન જળાશયોના કેચમેન્ટમાં એરિયામાં સારો વરસાદ નહીં પડ્યો તો મુંબઈમાં 10થી 15 ટકા પાણીકાપ (Water cut)મૂકવા બાબતે મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન(BMC) વિચાર કરી રહી છે. હાલ સાતેય જળાશયોમા માત્ર 11 ટકા પાણી બચ્યું છે. એટલે કે લગભગ 40 દિવસ ચાલે એટલો જ પાણીનો સ્ટોક(water stock) છે.
આ સમાચાર પણ વાંચો : પડ્યા પર પાટુ- અનરજિસ્ટર્ડ બ્રાન્ડસ્ હેઠળ વેચાતા ખાદ્ય પદાર્થ પરની 5 ટકા GST હટાવાનો નિર્ણય- મોંઘવારી હજી વધવાનો ડર
મુંબઈને મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, અપર વૈતરણા, તુલસી, વિહાર અને ભાતસા મળીને સાતેય જળાશયોમાંથી દરરોજ 3850 મિલિયન લિટર જેટલો પાણી પુરવઠો કરવામાં આવે છે. હાલ સાતેય જળાશયોમાં 1,51,239 મિલિયન લિટલ જેટલો પાણીનો સ્ટોક છે. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં 2,04,980 જેટલો પાણીનો સ્ટોક હતો.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈગરાના આખું વર્ષ કોઈ પણ જાતના પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે 30 સપ્ટેમ્બરના જળાશયમાં 14.47,363 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો આવશ્યક છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણી ઓછું છે, તેથી જો આગામી દિવસોમાં ભારે વરસાદ પડવો આવશ્યક છે. અન્યથા મુંબઈગરા(Mumbaikars)ના માથા પર પાણી કાપ મૂકવાની ભારેભારો શક્યતા છે.