Site icon

આ મહાનગરપાલિકાની ચૂંટણી મહાવિકાસ આઘાડી સંયુક્ત રીતે લડશે : આઘાડી સરકારના આ પ્રધાને કરી જાહેરાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર    
આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની સાથે જ અનેક પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. મુંબઈ પાલિકાની ચૂંટણી મહાવિકાસ આઘાડી સરકારના પક્ષોએ અત્યાર સુધી અલગ અલગ રીતે લડવાની જાહેરાત કરી રહ્યા છે. એવામાં રાજ્યના જળસંસાધનપ્રધાન અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા  જયંત પાટીલે કલ્યાણ-ડોંબિવલીની પાલિકાની ચૂંટણી મહાવિકાસ આઘાડીના પક્ષો સાથે લડશે એવી જાહેરાત કરી છે. એથી મુંબઈની ચૂંટણી માટે અલગ ધોરણ અને અન્ય શહેરો માટે અલગ ધોરણ કેમ એવા સવાલ રાજકીય સ્તરે થઈ રહ્યા છે.

શાહરુખ ખાન સાથે હૉસ્પિટલમાં જોવા મળી હતી 'બબિતાજી', જાણો શું હતો સમગ્ર મામલો
કલ્યાણ-ડોંબિવલીમાં પક્ષની ઑફિસના ઉદ્ઘાટન દરમિયાન જયંત પાટીલે કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ કલ્યાણ-ડોંબિવલીની પાલિકાની ચૂંટણી માટે સકારાત્મક વલણ રાખે છે. રાજ્યમાં 3 પાર્ટીની સરકાર છે એટલે કલ્યાણ-ડોંબિવલીની પાલિકાની ચૂંટણીમાં પણ અમે ગઠબંધન કરી શકીએ છીએ. રાજ્યમાં એકસાથે અને સ્થાનિક સ્તરે અલગ રહેવું યોગ્ય ના કહેવાય એવું પણ જયંત પાટીલે કહ્યું હતું.

 

Join Our WhatsApp Community
Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version