Site icon

આખરે ગિરદીથી ખીચોખીચ એવી કાંદિવલીની આ માર્કેટને સુધરાઈએ પરવાનગી ન આપી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈમાં એકંદરે કોરાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. કોરોના કેસમાં ઘટાડો થયો છે, છતાં નિષ્ણતો સતત ત્રીજી લહેરના જોખમની ચેતવણી આપી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધ ચેઇનહેઠળ મોટા ભાગની તમામ છૂટછાટો આપી છે, પરંતુ ત્રીજી લહેરના જોખમને કારણે માસ્ક પહેરવાથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગને લગતા તમામ નિયમોનું પાલન કરવા પર ભાર આપ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પણ સતત લોકોને સાર્વજનિક સ્થળ પર ભીડ નહીં કરવાની ચેતવણી આપવામાં આવતી હોય છે. જોકે લોકો સરકાર અને પાલિકાની ચેતવણીને ઘોળીને પી ગયા છે. વાંરવાર સૂચના આપ્યા બાદ પણ મુંબઈના અનેક વિસ્તારમાં આવેલી બજારોમાં લોકો ભીડ કરતા હોય છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું છડેચોક ઉલ્લંઘન થતું હોય છે. ભીડભાડવાળા  વિસ્તારમાં કોરોના સ્પ્રેડર બની શકે છે.

મુંબઈ મહાનગરપાલિકાનો ગજબ કારભાર : ખર્ચ પાંચ વર્ષ પહેલાં કર્યો અને પ્રસ્તાવ છેક હવે!

કાંદિવલીમાં પોઇસર વિસ્તારમાં દર બુધવારે સાપ્તાહિક બજાર ભરાતી હોય છે. એમાં સ્થાનિકો ખરીદી માટે ભારે ભીડ કરતા હતા. વારંવારની ચેતવણીને નહીં ગણકારતાં પાલિકાએ નાછૂટકે સખત થવું પડ્યું અને બુધવારે સાપ્તાહિક બજાર ભરવા દીધી નહોતી.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version