ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
કાંદિવલી(વેસ્ટ)માં રઘુલીલા મોલ પાસે ત્રણ દિવસ પહેલા રસ્તા પર તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવું યુવકને ભારે પડયું હતું. પોલીસે સાર્વજનિક સ્થળે ભીડ કરી નિયમનું ઉલ્લંઘન કરવા બદલ આ યુવકની ધરપકડ કરી હતી.
કાંદિવલી પોલીસના જણાવ્યા મુજબ ત્રીજી જાન્યુઆરીના 2022ના રોજ રાતના 11 વાગે રઘુલીલા મોલ સામે બોરસા પાડા રોડ લોકોની ભીડ એકઠી કરીને યુવકે તલવારથી કેક કાપીને જન્મદિવસની ઊજવણી કરી હતી. 22 વર્ષના આરોપી સિમલ બરસમ સુબ્રમણ્યમ અને 23 વર્ષના કૌસર મેજર ખાનની આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે.
સાર્વજનિક સ્થળે જન્મદિવસની ઉજવણી કરવા કેક કાપવા માટે આરોપીએ લોકોને ભેગા કરીને સરકારના લોકોને મોટી સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં તેને નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. આરોપી યુવકે લાયસન્સ વગરની લોઁખડની ધારદાર તલવારથી કેક કાપી હતી અને તેનું વિડિયો શૂટિંગ કરીને લોકોમાં દહેશત ફેલાવા વિડિયો વાયરલ કર્યો હોવાનો તેના પર આરોપ મુકવામાં આવ્યો છે. પોલીસે આ આરોપી યુવકને પકડી પાડયો હતો.
कांदिवली भागात 22 वर्षीय पठ्ठ्याने तलवारीने केक कापला. वाढदिवसाचा व्हिडीओ सोशल मीडियावर व्हायरल झाल्यानंतर पोलिसांनी त्याला अटक केली आहे. pic.twitter.com/NEKG0CUbKI
— News18Lokmat (@News18lokmat) January 6, 2022