Site icon News Continuous Bureau | Mumbai

હેં! કાંદિવલીમાં ખુલ્લેઆમ તલવારથી કેક કાપી જન્મદિવસ ઉજવનાર યુવકની પોલીસે કરી ધરપકડ; જુઓ વિડીયો અને જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ,6 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Channel

ગુરુવાર.

કાંદિવલી(વેસ્ટ)માં રઘુલીલા મોલ પાસે ત્રણ દિવસ પહેલા રસ્તા પર તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવું યુવકને ભારે પડયું હતું. પોલીસે સાર્વજનિક સ્થળે ભીડ કરી નિયમનું ઉલ્લંઘન કરવા બદલ આ યુવકની  ધરપકડ કરી હતી.

કાંદિવલી પોલીસના જણાવ્યા મુજબ ત્રીજી જાન્યુઆરીના 2022ના રોજ રાતના 11 વાગે રઘુલીલા મોલ સામે બોરસા પાડા રોડ લોકોની ભીડ એકઠી કરીને યુવકે તલવારથી કેક કાપીને જન્મદિવસની ઊજવણી કરી હતી. 22 વર્ષના આરોપી સિમલ બરસમ સુબ્રમણ્યમ અને 23 વર્ષના કૌસર મેજર ખાનની આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું, લોકલ ટ્રેન બંધ કરવાને લઈને હેલ્થ મિનિસ્ટરે કહી દીધી આ મોટી વાત; જાણો વિગત

સાર્વજનિક સ્થળે જન્મદિવસની ઉજવણી કરવા કેક કાપવા માટે આરોપીએ લોકોને ભેગા કરીને સરકારના લોકોને મોટી સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં તેને નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. આરોપી યુવકે લાયસન્સ વગરની લોઁખડની ધારદાર તલવારથી કેક કાપી હતી અને તેનું વિડિયો શૂટિંગ કરીને લોકોમાં દહેશત ફેલાવા વિડિયો વાયરલ કર્યો હોવાનો તેના પર આરોપ મુકવામાં આવ્યો છે. પોલીસે આ આરોપી યુવકને પકડી પાડયો હતો.

 

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version