News Continuous Bureau | Mumbai
વહેલી સવારે ઓફિસ જવા નીકળેલા અનેક મુંબઈગરા(Mumbaikars)ને બેસ્ટના બસ(BEST Bus) સમયસર નહીં મળતા કામ પર પહોંચવામાં મોડું થયું હતું. બેસ્ટને બસ પૂરી પાડનારા ખાનગી કોન્ટ્રેક્ટરો(contractors)ના કર્મચારીઓએ અચાનક હડતાળ પર ઉતરી જતા સવારના મુંબઈ(Mumbai)ના અમુક રૂટ પર બસ બંધ થઈ ગઈ હતી.
ખાનગી કોન્ટ્રાક્ટર માતેશ્વરી અર્બન ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના બસ ડ્રાઈવરોએ હડતાળ પાડી છે. આ અગાઉ રવિવારે પણ વડાલા ડેપો(Wadala Depo)માં અન્ય કોન્ટ્રેકટરના ડ્રાઈવર કામ પર આવ્યો નહોતો, તેથી નિર્ધારિત 48 બસો દોડી શકી ન હતી.
જોકે, બેસ્ટ વહીવટીતંત્રે મુસાફરોની સુવિધા માટે 29 બસો ચલાવી હતી. તેમજ સોમવારે પણ વડાલા ડેપોમાં નિર્ધારિત 63 બસો દોડી શકી ન હતી. તેથી સોમવારે પણ બેસ્ટ વહીવટીતંત્રે મુસાફરોની સુવિધા માટે 27 બસો ચલાવી હતી.
મળેલ માહિતી મુજબ ખાનગી કોન્ટ્રેક્ટરે તેના કર્મચારીઓને પગાર આપ્યો નહોતો. આ અગાઉ પણ સમસ્યા સર્જાઈ હતી. ત્યારે કોન્ટ્રેક્ટરો દ્વારા તેમના કર્મચારીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા અને વેતન સમયસર ન મળવાના કારણે આ કોન્ટ્રાક્ટ કામદારોએ આંદોલન છેડ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના- મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી-આટલા નિપજ્યા મોત-બચાવ કામગીરી જારી
બેસ્ટના કાફલામાં પોતાની માલિકી સહિતની લીઝ પર લીધેલી પણ બસ દોડાવવામાં આવે છે. બેસ્ટની પહેલ દ્વારા નિયુક્ત કરાયેલા છ કોન્ટ્રાક્ટરોએ લીઝ પરની બસો પૂરી પાડી છે, જે વિવિધ રૂટ પર ચલાવવામાં આવી રહી છે. ભાડે લીધેલી બસમાં સંબંધિત કંપની દ્વારા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરની નિમણૂક કરવામાં આવી છે. આ ડ્રાઇવરોને છેલ્લા કેટલાક મહિનાઓથી સમયસર પગાર(salary) આપવામાં આવ્યો નથી, તેમ જ અન્ય માગણી પર પૂરી કરવામાં આવી નથી. તેથી છેલ્લા કેટલાક મહિનાઓથી, કોન્ટ્રાક્ટ ડ્રાઇવરો તેમના વેતન અને પ્રોવિડન્ટ ફંડ(PF)ની માંગ માટે વારંવાર હડતાળ પર ઉતરી ગયા છે. આ જ મુદ્દે રવિવારે પણ ડ્રાઇવરોએ વિરોધ કર્યો હતો. જેના કારણે 48 બસો ડેપોમાંથી નીકળી શકી નથી.