ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આવતા મુંબઈ સહિતના આજુબાજુના શહેરોમાં લગભગ 16,000 બિલ્ડિંગ ઓક્યુપેશન સર્ટિફિકેટ(ઓસી) ધરાવતી નથી. આવી બિલ્ડિંગોનો ઓસી મળી જાય તે માટે મહારાષ્ટ્ર સોસાયટીઝ વેલ્ફર એસોસિયેશન (મહાસેવા) લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે. તે માટે તેઓ એમ્નેસ્ટી સ્કીમ લાગુ કરવા માટે મુખ્ય પ્રધાનને સતત વિનંતી કરી રહ્યા છે. આ મુદ્દે બે વખત મુખ્ય પ્રધાન સાથે રાખવામાં આવેલી બેઠક છેલ્લી ઘડીએ રદ થઈ ગઈ હતી. તેને કારણે ઓસી વગરની બિલ્ડિંગોની માન્યતા રખડી પડી છે.
મહાસેવાના કહેવા મુજબ ઓસી વગરની બિલ્ડિંગને માન્યતા મળે તે માટે ઍમ્નેસ્ટી સ્કીમ લાવવાની જરૂર છે. પરંતુ કાયદાના નિષ્ણાતોના મુજબ તે શકય નથી. આ સંદર્ભમાં 2017ના મુંબઈ હાઈ કોર્ટના ચુકાદને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પકડકાર્યો છે.
મહાસેવાના પદાધિકારીઓના કહેવા મુજબ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આવતી અસંખ્ય ઈમારતો ઓસી વગરની છે. અમુક ટેક્નિકલ કારણથી બિલ્ડિંગને ઓસી મળી નથી. 2004માં સરકારે ઍમ્નેસ્ટી સ્કીમ બહાર પાડી હતી. જેમાં ઓસીને લગતી અમુક શરતો હળવી કરવામાં આવી હતી. જોકે અમુક નિયમોને કારણે બિલ્ડરની જવાબદારી હાઉસિંગ સોસાયટીઓને માથા પર આવી પડતી હતી. તેથી આ સ્કીમને સફળતા મળી નહોતી.
કોરોના રસી લેનારા સુરક્ષિત, નહીં લેનારને માથે છે આ ખતરો; જીનોમ સિક્વન્સિંગ લેબનો ખુલાસો; જાણો વિગતે
ઓસી વગરના બિલ્ડિંગને પાલિકા માનવતાના ધોરણે પાણી તો આપે છે. પરંતુ પાણીના ચાર્જ બમણા દરે વસૂલવામાં આવતા હોય છે. આવી બિલ્ડિંગમાં હાઉસિંગ સોસાયટી બની શકે છે અને ડીમ્સ કન્વેયન્સ થાય છે. ડેવલપરો ઓસી મેળવ્યા વગર પૂરા પૈસા મળી જતા ગ્રાહકોને ઘર આપી દેતી હોય છે. જોકે રેરા આવ્યા બાદ લોકો ઓસીનું મહત્વ સમજ્યા છે. ઓસીની જવાબદારી બિલ્ડરની છે. ઓસી વગર ફલેટ ખરીદનાર કબજો મેળવી શકતો નથી. જોકે ફલેટમાં ફર્નિચર બનાવવાના નામે બિલ્ડર ફલેટ માલિકને ઘર આપી દેતો હોય છે અને લોકો રહેવા આવી જતા હોય છે.