મુંબઈના રસ્તા પરના ખાડા પૂરાવવા ભાજપ હાથ ધોઈને પાલિકાની પાછળ પડ્યું, આવી ઝુંબેશ શરૂ કરી; તો પાલિકાએ પણ કમ્મરકસી છે; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને થોડા જ મહિના બાકી છે. એવામાં 'મુંબઈના રસ્તા પરના ખાડા' ઉપર આ ચૂંટણીમાં રાજનીતિ થઈ શકે છે. ખાડાની સમસ્યાને મુદ્દો બનાવી ભાજપ હાથ ધોઈને શિવસેના પાછળ પડી ગયું છે. તો શિવસેનાએ પણ ખુરશી બચાવી રાખવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. 

ઘાટકોપરના ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ છેડા અને ઈશાન મુંબઈના હાલના વિધાનસભ્ય મિહિર કોટેચાએ એક ઝુંબેશ હાથ ધરી છે. જેમાં તેમણે મોબાઈલ નંબર ૯૩૨૧૮૧૨૨૯૦ જાહેર કર્યો છે અને મુંબઈવાસીઓને તેમના વિસ્તારના ખાડાના ફોટો અથવા વિડીયો ઉતારીને આ ફોન નંબર પર વોટ્સપેટ કરવાનું  કહ્યું છે. આ ફોટા પાલિકાને મોકલીને ખાડા તત્કાળ ભરાવવામાં આવશે. ગઈ કાલે આ અભિયાનના પહેલાં જ દિવસે મુંબઈના વિવિધ ઠેકાણેથી હજાર ખાડાના ફોટો આવ્યા હતા. જે વિસ્તારનો ફોટો હશે ત્યાંના વોર્ડના મેઇન્ટેનન્સ અધિકારી, રોડ ડિપાર્ટમેન્ટ અને કમિશનર ત્રણેયને આ ફોટો મોકલશે. આ કામ માટે સાત જણની ટીમ ભાજપે બનાવી છે.

ગિરગાંવની ૧૨૫ વર્ષ જૂની એલઆઇસીની આટલી  ચાલીઓના રીડેવલપમેન્ટનો રસ્તો થયો સાફ; જાણો વિગત

 રસ્તા પરના ખાડાઓ અંગે પાલિકાની ભારે ટીકા થઈ રહી હોવાથી મેયર કિશોરી પેડણેકરે પાલિકાના કમિશનર ઇકબાલ સિંઘ ચહલને બેદરકાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.  ચોમાસુ ઓસરી રહ્યું છે તેથી પાલિકાના કમિશનરે રસ્તા અને વોર્ડના અધિકારીઓને તેમની બાકીની જવાબદારીઓમાંથી છૂટા કરીને આગામી ત્રણથી ચાર અઠવાડિયા માટે રસ્તા પરના ખાડા દૂર કરવા પાછળ ધ્યાન આપવાનું કહ્યું છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment